October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
સમગ્ર દુનિયા ભારતના અમૃત મહોત્‍સવમાં તિરંગા યાત્રાએ તો ઐતિહાસિક વિક્રમ કર્યો, 1947નો ઉન્‍માદ ઠેર ઠેર ફરી વળ્‍યો. દરેક ભારતીયોમાં રાષ્‍ટ્રભાવના ચરમસીમાએ પહોંચી, જેનું એકમાત્ર શ્રેય ગુજરાતના લોક લાડીલા અખંડ ભારત સ્‍વપ્નદ્રષ્ટા ન.મો.-ભાવિ વિશ્વનેતા વડાપ્રધાનને જાય છે.
ખેરગામ તાલુકા મથકે પણ તેરમીથી ત્રણ દિવસ-હર ઘર તિરંગા-અભિયાનમાં નગરજનો જોડાયા હતા. 76મા સ્‍વાતંત્ર દિવસની ઉજવણી ખેરગામ પત્રકાર સંઘના પ્રમુખ વિનોદકુમાર મિષાીએ જનતા માધ્‍યમિક શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ(1956-65) અને 75 વર્ષની વય કરતા વધુ ઉમ્‍મરવાળા જીવિત વડીલોની ખાસ વંદનાનુ આયોજન કરી 27 અંગ્રેજી ગુલામીની હવામાં જન્‍મેલા અને સ્‍વતંત્ર ભારતમાં આઝાદીની હવામાં સુવર્ણ જીવનકાળ વિતાવનારા વડિલોની વય વંદના સન્‍માનનુ-વિશેષ આયોજન કર્યું હતું.

 

Related posts

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

ક્‍વોરી એસોસિએશનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

કિલવણી અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં હુબર કંપની દ્વારા ટીવી ભેટ અપાયું

vartmanpravah

Leave a Comment