October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

શ્રૃતિ હેમંત દાયમા નેત્રદાન અભિયાનની બ્રાન્‍ડ એમ્‍બેસેડર બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
નવસારી ઓલ આર્ટિસ્‍ટ ગૃપ દ્વારા આયોજીત સ્‍પર્ધામાં દક્ષિણ ગુજરાતના એક હજાર ઉપરાંત સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વાપીની યુવતિ શ્રૃતિ હેમંત દાયમા પ્રથમ વિજેતા બની હતી.
15મી ઓગસ્‍ટના રોજ નવસારી હોલમાં આયોજીત થયેલ ગીત સ્‍પર્ધામાં દેશપ્રેમના ગીતોની સ્‍પર્ધા યોજાઈ હતી. નવસારી ધારાસભ્‍ય પિયુષભાઈ દેસાઈએ સરસ્‍વતિ વંદના અને દીપ પ્રાગટય સાથે કાર્યક્રમ ખુલ્લો મુક્‍યો હતો. મોડી રાત સુધી ચાલેલી આ સ્‍પર્ધાના અંતિમ રાઉન્‍ડમાં વાપીની શ્રૃતિ હેમંત દાયમાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેમને ટ્રોફી અને સન્‍માનપત્રથી સન્‍માનિત કરાયા હતા. વાપીના શ્રૃતિ દાયમા દક્ષિણ ગુજરાત સિંગિંગ ચેમ્‍પિયન બન્‍યા હતા. તેમજ રોટરી નેત્ર સંસ્‍થા દ્વારા નેત્રદાન અભિયાનના બ્રાન્‍ડ એમ્‍બેસેડર જાહેર કરાયા હતા. આ સ્‍પર્ધામાં વિજેતા બની શ્રૃતિ દાયમાએ વાપી સહિત જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યુ હતું.

Related posts

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

vartmanpravah

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment