October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

નાના ભૂલકાઓએ રાધા કૃષ્ણ બનીઆકર્ષણ જમાવ્‍યું : મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ઝૂમી મટકી ફોડી ઉત્‍સવ મનાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: વર્ષોથી જન્‍માષ્ટમીનો ઉત્‍સવ ખૂબ જ ધામધૂમથી ભારતભરમાં મનાવવામાં આવે છે. આગલી રાતે 12:00 વાગે કૃષ્ણ મંદિરમાં પારણા ઉત્‍સવ બાદ દિવસે નગરમાં તથા અનેક સોસાયટીઓમાં મટકી ફોડવાનો ઉત્‍સવ મનાવવામાં આવે છે. મુંબઈ જેવા શહેરોમાં ખૂબ ઉંચી અને મોટા પાયે મટકી ફોડવાનો ઉત્‍સવ મનાવવામાં આવે છે અને લાખો રૂપિયા આપી ગોવિંદા ટોળી પાસે મટકી ફોડાવી જન્‍માષ્ટમી ઉજવાય છે.
આજરોજ પારડીની બી.આર.જે.પી. સ્‍કૂલ ખાતે પણ જન્‍માષ્ટમીનો ઉત્‍સવ ખુબજ ધામધૂમથી ઉમંગ અને ઉલ્લાસથી મનાવવામાં આવ્‍યો હતો જેમાં ખૂબ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈ આ ઉત્‍સવની ડી.જે. ના તાલે ઝૂમી ગરબા રમી આનંદ ઉલ્લાસમાં મટકી ફોડી જન્‍માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોએ પણ રાધા કળષ્‍ણની આકર્ષક જમાવ્‍યું હતું.

Related posts

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

સુરતથી વાપી જઈરહેલ કોલસા ભરેલ ડમ્‍પરે મોતીવાડા પાસે પલટી મારી : હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં વાર્ષિક રમોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment