(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રૂ.40 લાખની પ્રોત્સાહક ગ્રાંટ ચૂકવવાનીજોગવાઈ કરવામાં આવી હતી. જે અનુસંધાને વર્ષ 2020-21માં વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટરશ્રી આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ.40 લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક શ્રી રાવલે વલસાડ જિલ્લાના કલેકટરશ્રી નૈમેષ દવેને જિલ્લાના વિકાસકીય કાર્યો માટે અર્પણ કર્યો હતો.