Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

રૂ.1 કરોડ 53 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી: 2 ગ્રેડર, 4 જેસીબી, 4 ટ્રેક્ટર અને 30 મજૂરો દ્વારા દિવસ-રાત રસ્તાની કામગીરી ચાલુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ગુરૂવારે વરસતા વરસાદમાં પણ વલસાડના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા તાકીદના ધોરણે હાથ ધરાયેલી મરામત કામગીરીને પગલે રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોએ રાહત અનુભવી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
વલસાડમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં કુલ 38.05 કિમીના 33 રસ્તાને નુકશાન થયું છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા એક મહિના અગાઉ જ્યારે પૂર આવ્યુ ત્યારથી જ રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ-રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી. છેલ્લા 2 દિવસ દરમિયાન ફરી ભારે વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા. જેથી ગુરૂવારે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનર એન.એન.પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનર નીખિલ પંચાલે ટીમ સાથે સ્થળ પર પહોંચી તાકીદે મરામત કામગીરી શરૂ કરાવી હતી. જેને કારણે હાલમાં વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા અને બિસ્માર માર્ગ પરથી હાલક-ડોલકભરી સ્થિતિમાં પસાર થવાની મુસીબતમાંથી મુક્તિ મળી છે.
આ અંગે વલસાડ માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ)ના નાયબ કાર્યપાલક ઈજનર નીખિલ પંચાલે જણાવ્યું કે, જિલ્લામાં 38.05 કિમીના 33 રસ્તાની અંદાજે રૂ. 1 કરોડ 53 લાખ 60 હજારના ખર્ચે મરામત કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં 2 ગ્રેડર, 4 જેસીબી, 4 ટ્રેક્ટર અને 30 મજૂર દ્વારા વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત રસ્તાની કામગીરી ચાલુ છે. ખાસ કરીને જે રસ્તા પર સતત લોકોની અવર જવર વધુ હોય ત્યાં ટીમને તૈનાત કરી સતત કામગીરી ચાલુ રાખી છે. જેથી લોકોને રાહત મળી શકે. અત્યાર સુધીમાં 33 માંથી 23 રસ્તા રસ્તા પર મેટલ પેચની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે 10 રસ્તાની કામગીરી પ્રગતિમાં છે.

વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં નુકશાન પામેલા રસ્તાની વિગત

વલસાડ તાલુકોઃ (1) તીથલ વલસાડ ધરમપુર રોડ, (2) કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ, (3) બીલીમોરા ટુ વલસાડ લીલાપોર જંક્શન રોડ, (4) વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ, (5) પારનેરા રાબડા નવેરા ઓઝર રોડ, (6) ડિસ્કાડેડ લેન્થ ઓફ એન.એચ.
વાપી તાલુકોઃ (1) વાપી દમણ રોડ, (2) પારડી પરિયા અંબાચ ચીભડકચ્છ રોડ, (3) મોરાઈ વટાર રોડ
પારડી તાલુકોઃ (1) સી.એસ.એચ.વે. વલસાડથી કોલક રિવર કોઝવે, (2) પારડી વેલપરવા આમરી તરમલિયા રોડ, (3) પારડી સ્ટેશનથી ઉમરસાડી માછીવાડ રોડ (4) પારડી સ્ટેશનથી ઉમરસાડી દેસાઈવાડ રોડ, (5) પારડી પરીયા અંબાચ ચીભડકચ્છ રોડ
ધરમપુર તાલુકોઃ (1) તીથલ-વલસાડ-ઘરમપુર (2) તુતરખેડ-સાતવાંકલ-ખપાટિયા રોડ (3) ધરમપુર-આવધા-બિલધા રોડ (4) આંબાતલાટ-ભવાડા-બોપી-હનુમતમાળ રોડ (5) કંજવેરી-કાંગવી-લુહેરી રોડ (6) વડપાડા કરંજવેરી રોડ (7) ધામણી-તામછડી-નાની કોરવડ-અવલખંડી રોડ
કપરાડા તાલુકોઃ (1) ધરમપુર-માકડબન-ધામણી-ટોકરપાડા રોડ સેકશન ધામણી-મેણધાથી ટોકરપાડા રોડ (2) તિથલ-વલસાડ-ધરમપુર-હુંડા-નાસીક રોડ (3) ગીરનારા-વિરક્ષેત્ર-માલધરા રોડ (4) સ્ટેટબારી-આંબાજંગલ-શાહુડા-લીખવડ-નાનીપલસાણ-ગોટવેલ-સુલિયા રોડ (5) પાનસ-આમધા-અરણાઈ-નળી મધની રોડ
ઉમરગામ તાલુકોઃ (1) ઉમરગામ-સંજાણ-ભીલાડ રોડ (2) કાલુરીવર કોઝવે ટુ એમ.એસ.બોર્ડર રોડ (3) ભીલાડ નરોલી રોડ (4) ઉમરગામ ટાઉન ટુ સ્ટેશન રોડ અપ ટુ એમ.એસ. બોર્ડર રોડ (5) સરીગામ ડુંગર પૂનાટ કાલય રોડ (6) ભીલાડ ટુ ભીલાડ સંજાણ લિન્ક રોડ (7) ભીલાડ-ધનોલી-ઝરોલી રોડ.

Related posts

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

વાપી-વલસાડમાં સી.સી.ટી.વી. કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે રીક્ષામાં રહી ગયેલ લેપટોપ અને રસ્‍તામાં પડેલ પાકીટ મેળવી આપ્‍યું

vartmanpravah

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment