Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18
તહેવારોને લઈ પારડી પોલીસ મથકના પી.આઈ. મયુર પટેલ અને પી.એસ.આઈ. જે.એન.સોલંકી તેમજસ્‍ટાફના પોલીસ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રસિંહ, મહેન્‍દ્રસિંહ અને વુમન પોલીસ કોન્‍સ્‍ટેબલ તૃપ્તિબેન સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા પારડી ચાર રસ્‍તા પાસે ઓવરબ્રિજ ઉતરતા ખેરલાવથી વલસાડ જતી એસટી બસ નંબર ઞ્‍થ્‍-18-ળ્‍-3799 ને અટકાવી બસમાં મુસાફરોના સ્‍વાંગમાં થેલામાં ભરી દારૂ લઈ જતી આઠ જેટલી મહિલાઓ રેખાબેન રોહિતભાઈ પટેલ રહે. નવસારી જલાલપોર, પ્રીતિબેન યોગેશભાઈ પટેલ રહે. ગણદેવી નવસારી, નીતાબેન પીન્‍ટુભાઇ પટેલ રહે. માલવણ વલસાડ, આસમાબેન પંકજભાઈ પટેલ રહે. નવસારી જલાલપોર, નીરૂબેન રાજુભાઈ નાયકા રહે. ઉંટડી ગામ વલસાડ, સુમિત્રાબેન મગનભાઈ પટેલ રહે. પોસરી ગણદેવી નવસારી, લક્ષ્મીબેન રામુભાઈ પટેલ રહે. ઉંટડી કુંભારવાડ વલસાડ, નયનાબેન ઈશ્વરભાઈ પટેલ રહે. વણગામ ગણદેવી નવસારી, તેમજ એક પુરુષ દીપકભાઈ ગુલાબભાઈ શહાની રહે. શાંતાદેવી રૂસ્‍તમ વાળી નવસારીના પાસેના થેલાઓ પોલીસે ચેક કરતા વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા તમામની ધરપકડ કરી હતી. પોલીસે વિવિધ વિદેશી દારૂની બોટલ નંગ 570 કિંમત રૂપિયા 41000 અને 2000 ના 4 મોબાઈલ ફોન મળી કુલ 43,000 નો મુદ્દામાલ કબજે કરી 9 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment