October 14, 2025
Vartman Pravah
તંત્રી લેખદમણદીવદેશ

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

(ભાગ-2)

  • હાલમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત એમ્‍ફીથિએટરની જગ્‍યાએ પ્રવાસન વિભાગે દીવાદાંડીના સૌંદર્યકરણની આડમાં 1989-90માં લાખો રૂપિયાનો ધૂમાડો કર્યો હતો

  • દમણના તે સમયના કલેક્‍ટર એમ.એસ.ખાનની બદલી થઈ હોવા છતાં તેમના હસ્‍તાક્ષર વાળા કોરા સેંક્‍શન ઓર્ડર ઉપર માત્ર કાગળ ઉપર લાખોની ખરીદી અને વિકાસ કામો કરાયા હતા

  • દમણની સરકારી કોલેજમાં સ્‍ટીલ એજ બ્રાન્‍ડની કંપનીના ફર્નિચરની જગ્‍યાએ બોગસ કંપનીના લાખો રૂપિયાના ફર્નિચર જરૂરિયાત નહીં હોવા છતાં ખરીદાયા હતા જેની ફરિયાદ ઉચ્‍ચ સ્‍તરે તત્‍કાલિન પ્રિન્‍સિપાલ ડો. એસ.સી.આર્ય દ્વારા કરવા છતાં ભીનું સંકેલાયું હતું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય સચિવ તરીકે શ્રી આર.પી.રાયની કરાયેલી નિયુક્‍તિની સાથે પ્રદેશ માટે સહાયક આઈ.જી.પી.ની પોસ્‍ટ પણ ફાળવવામાં આવી હતી. પ્રદેશના પહેલાં સહાયક આઈ.જી.પી. તરીકે શ્રી દિપક મિશ્રાની વરણી કરવામાં આવી હતી. દમણના કલેક્‍ટર પદેથી શ્રી એમ.એસ.ખાનને ખસેડી તેમની જગ્‍યાએ આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી નૂતન ગુહા બિશ્વાસનીનિયુક્‍તિ તે સમયના ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરી હતી.
હાલમાં જૂની દીવાદાંડી ખાતે બનાવવામાં આવેલ નયનરમ્‍ય એમ્‍ફીથિએટરની જગ્‍યાએ તે સમયે દમણ-દીવના પ્રવાસન વિભાગ દ્વારા સૌંદર્યકરણની આડમાં લાખો રૂપિયાનો વેડફાટ કરવામાં આવ્‍યો હતો. તત્‍કાલિન કલેક્‍ટર એમ.એસ.ખાનની બદલી થઈ ચુકી હોવા છતાં તેમના હસ્‍તાક્ષર વાળા થોકબંધ કોરા સેંક્‍શન ઓર્ડર ઉપર તે સમયે ફક્‍ત કાગળ ઉપર લાખો રૂપિયાની ખરીદી અને વિકાસકામો પ્રવાસન વિભાગમાં થયા હતા.
દમણની સરકારી કોલેજમાં જરૂરિયાત નહીં હોવા છતાં પણ અને પ્રિન્‍સિપાલની જાણકારી બહાર સ્‍ટીલ એજ નામની કંપનીના લાખો રૂપિયાના ફર્નિચરની ખરીદી કરવામાં આવી હતી. દમણની સરકારી કોલેજના તત્‍કાલિન પ્રિન્‍સિપાલ ડો. એસ.સી.આર્યએ સ્‍ટીલ એજ કંપની પાસે ખરીદેલ ફર્નિચરોનું ક્‍વોટેશન મંગાવ્‍યું તો તેમાં ખુબ મોટું અંતર દેખાયું હતું. એટલું જ નહીં પરંતુ ફર્નિચરમાં પણ માત્ર સ્‍ટીલ એજ કંપનીનું સ્‍ટીકર જ ચોંટાડવામાં આવેલ હતું. તે સમયે તત્‍કાલિન પ્રિન્‍સિપાલ ડો. એસ.સી.આર્યએ આ કૌભાંડની બાબતમાં તત્‍કાલિન ગોવાના રાજ્‍યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક ડો. ગોપાલ સિંઘ તથા સંબંધિત જગ્‍યાએ ફરિયાદ કરવા છતાં પણ તેમની ફરિયાદને કાને નહીં ધરાઈ હતી અને પૈસાનું ચૂકવણું પણ કરાયુંહતું.
નાની દમણ અને મોટી દમણને જોડતા જૂના પુલ ઉપર કમાન લગાવી તેના ઉપર વિવિધ ફૂલોની કૂંડી મુકી બ્રિજનું સૌંદર્યકરણ કરવામાં આવ્‍યું હતું અને બ્રિજ ઉપર મોટું ભારણ ઉભું કર્યું હતું. આ વાત એટલા માટે યાદ આપીએ છીએ કે, જે તે સમયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચાલતા આચાર વિચારના કારણે ખાસ લોકોને જ્‍યાં પણ તક મળી ત્‍યાંથી ફાયદો ઉઠાવવાની ટેવ પડી હતી, તેવામાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મુખ્‍ય સચિવ તરીકે શ્રી આર.પી.રાયની વરણી કરવામાં આવી હતી અને સહાયક આઈ.જી.પી. તરીકે તે સમયના તેજતર્રાર આઈ.પી.એસ. પોલીસ અધિકારી શ્રી દિપક મિશ્રાએ અખત્‍યાર સંભાળ્‍યો હતો.
મુખ્‍ય સચિવ શ્રી આર.પી.રાયે વહીવટને સીધી લાઈન ઉપર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેના કારણે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના વિકાસ કામો ખોરંભે જઈ રહ્યા હોવાની બૂમ મચી હતી. (ક્રમશઃ)

Related posts

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહીના કારણેખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

Leave a Comment