October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: શેઠ પી.પી. મિષાી હાઈસ્‍કૂલ, ઉદવાડા ખાતે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા લાયન સતીષ પટેલ – એમજેએફ (ઉદવાડા સ્‍કૂલ એમની માતૃસંસ્‍થા છે.) ના માર્ગદર્શન હેઠળ કાર્યકારી પ્રમુખ લાયન સલીમ કુરેશીની અધ્‍યક્ષતામાં ઝોન ચેરપર્સન લાયન મહેશ જૈનની ઉપસ્‍થિતિમાં ઉદવાડા હાઈસ્‍કૂલની આચાર્યા, શિક્ષકો, કર્મચારીઓ અને સેવક ભાઈ-બહેનોનું શિલ્‍ડ, મોમેન્‍ટો, ખેસ અને બૂકેથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં શાળા સંચાલન મંડળના ટ્રસ્‍ટી અને ઉપપ્રમુખશ્રી મીનુ પરબીયા, ચેરમેનશ્રી બળવંતભાઈ પટેલ અને સેક્રેટરીશ્રી નરેન્‍દ્ર જરીવાલા ઉપસ્‍થિત રહ્યા હતા. સુંદર પ્રાર્થના અને સ્‍વાગત નૃત્‍ય માટે લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટર અને ઝોન ચેરપર્સન લાયન મહેશ જૈન દ્વારા રોકડ સહાય રૂા.2500 ઈનામ તરીકે આપવામાં આવ્‍યા હતા.
ધો.10 અને ધો.12 સામાન્‍ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં સુંદર પરિણામ લાવવાના યશભાવી એવા 10 ગુરૂજનો, 2 કર્મચારીઓ અને 2 સેવક ભાઈ બહેનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત શાળા વિકાસ માટે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા રૂા.11,789.00 નો ચેક અર્પણ કરવામાં આવ્‍યો. લાયન સતીષ પટેલે ઉદવાડા સ્‍કૂલમાં અભ્‍યાસ કર્યો હોવાથીપોતાની માતૃ સંસ્‍થા પ્રત્‍યે ઋણ અદા કરવા દર વર્ષે કોઈક ને કોઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટરને સાથે ગુરૂજનોના સન્‍માનનો કાર્યક્રમનું તેમના દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. ઉપપ્રમુખ શ્રી મીનુભાઈ બરબીયાએ ક્‍લબ અને લાયન સતીષ પટેલના આ અભિગમની પ્રસંશા કરી હતી. બળવંતભાઈ પટેલે પણ સતીષભાઈની સેવાને બિરદાવી શિક્ષકશ્રી દિપકભાઈ પટેલે ગુરૂજનોના સન્‍માન માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આચાર્યા મનિષાબેન પટેલે આભારવિધિ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લા.રામસિંહ દેસાઈ અને શાળાની શિક્ષિકા શાલિનીબેન પટેલે કર્યું હતું.

Related posts

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

vartmanpravah

Leave a Comment