October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21
દમણ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં જન્‍માષ્‍ટમીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણની સાથે સાથે બાળકોમાં ધાર્મિક ભાવનાના ગુણો વિકસે એ હેતુથી શાળાના હેડમાસ્‍તર શ્રીમતી સુમનબેન પટેલના માર્ગદર્શન હેઠળ દહીં-હાંડી ફોડી કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના બાળકોમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવનો થનગનાટ જોવા મળી રહ્યો હતો. બાળકો કૃષ્‍ણ-ગોપીઓના વેશમાં તૈયાર થઈ દહીં હાંડી ફોડી કૃષ્‍ણ જન્‍મોત્‍સવને વધાવવા આતુર હતા. ‘જય રણછોડ માખણ ચોર…’, ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’, ‘નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી…’ના નારા સાથે બાળકો મસ્‍તીમાં ઝૂમી રહ્યા હને શાળાના કૃષ્‍ણવેશમાં આવેલા જેનીલ ધોડીએ મટકી ફોડી બધા બાળકોને દહીં-માખણના પ્રસાદમાં રંગી આનંદ માણ્‍યો. ત્‍યારબાદ શાળાના બાળકો તથા શિક્ષિકાઓ સાથે મળી ગરબાના તાલે ઝૂમ્‍યા. આ પ્રસંગે વાલીઓ પણ હાજર રહ્યા હતા.
શાળાના શિક્ષિકા બહેનો ડિમ્‍પલબેન, હેતલબેન, બિનલબેન, નિકિતાબેન, વિભૂતિબેને કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી શાળાના એસએમસી અધ્‍યક્ષશિલ્‍પાબેન હળપતિ પણ હાજર રહી બાળકોના ઉત્‍સાહમાં વધારો કર્યો. અંતમાં શાળાના બધા બાળકોને આચાર્ય શ્રીમતી સુમનબેન પટેલ તરફથી ચોકલેટ વહેંચવામાં આવી હતી.

Related posts

‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે દમણમાં ‘ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામ’નું કરાયું લોન્‍ચિંગ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

વાપી હાઈવે ઉપર થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : વાહનો નુકશાનગ્રસ્‍ત થયા

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment