(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21
રોટરી ક્લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોટરી હરીયા હોસ્પિટલ ખાતે 76મા સ્વાતંત્ર્ય દિનની માન પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજારોહણના મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ શ્રી હેમંગભાઈ નાયકના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યો, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો દ્વારા 50 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે હોસ્પિટલથી કોલેજ સુધી, દેશભક્તિના ગીત અને નારા સાથે તિરંગાની સલામી આપી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રોટરી ઈન્ટરનેશનલ પાસ્ટ પ્રેસિડેન્ટ કલ્યાણભાઈ બેનર્જી, ડો.એસ.એસ. સિંગ, ટ્રસ્ટી ઓફ રોફેલ એન્ડ આરસીટી સભ્યો દ્વારા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આઝાદી ના નારા સાથે આખું વાતાવરણ દેશભક્તિના રંગેરંગાઈ ગયું.