(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર, દેશ લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને Y20 નું જ્યારે અધ્યક્ષ સ્થાન મળ્યું છે ત્યારે Y20ના માધ્યમથી વલસાડમાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ગૃહ રાજ્યમંત્રી, રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના કુશળ માર્ગદર્શન તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઈ દવેના નેતૃત્વમાં Y-20 Gujarat Talks (Y20 ગુજરાત સંવાદ) કાર્યક્રમ કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદે આવેલું ગામ જે સુથારપાડા ખાતેથી જાહેર સ્થળ પર કાર્યક્રમ કરવામાં આવ્યોહતો.
આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક શ્રી કિરણભાઈ ભોયા, મુખ્ય વક્તા શ્રી ત્રિલોક યાદવ, મુખ્ય મહેમાન શ્રી કપરાડા વિધાનસભાના ધાસસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વિશેષ અતિથિ શ્રી ગુલાબભાઈ રાઉત, મીનાક્ષીબેન ગાગોડા તેમજ કપરાડા તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક તેમજ યુવાનોને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.