Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

કંપની ના મોટા વાહનો જવા ભગવાનનું મંદિર પાડ્યા નો ગામજનો નો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: એક તરફ અયોધ્યા માં ભગવાન રામ નું મંદિર માં પ્રાણપ્રતિષ્ઠા ની તૈયારી પુર જોશ માં ચાલી રહી છે. અને ગામડે ગામડે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું છે આવા સંજોગો 45 વરસ જૂનું ખડકી માં રામ ના પરમ ભક્ત એવા જલારામ બાપા નું મંદિર એ પણ એમના ગુરુવાર ના દિવસે જ તોડી પાડવામાં આવતા ગામ જનો માં ખાસ્સો રોષ ફાટી નીકળ્યો હતો પરંતુ સમગ્ર તંત્ર કંપની સાથે હોય ગામ જનો મંદિર બચાવી શક્ય ન હતા અને આખરે મંદિર નું ડીમોલેશન કરવામાં આવ્યું હતું
પારડી તાલુકાના ખડકી ગામે વચલુ ફળિયા ખાતે ગ્રામ જનો દ્વારા 40 થી 45 વર્ષ થી જલારામ બાપાની મંદિર માટે એક શેડ ઉભો કરી ત્યાં જલારામ બાપાના ફોટા મૂકી પુજા અર્ચના કરતા આવ્યા હતા. અને દર વર્ષે ત્યાં જલારામ જયંતિની પણ ઉજવણી કરવામાં આવતી હતી.
પરંતુ ત્યાં નજીકમાં આવેલી એવકો પાવર પ્રા. લી કંપની દ્વારા આ મંદિરનો શેડ દબાણ રૂપ હોવાનું તેમજ ત્યાં થી મોટા વાહનો અવરજવર માટે મુશ્કેલી પડતી હોવાનું એવકો પાવર પ્રા.લી કંપની દ્વારા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી.અંતે મંદિરનો શેડ દબાણ રૂપ હોવાનું જણાતા તંત્રએ આ બાબતે આજે ગુરુવાર ના રોજ ડિમોલેશન ની કામગીરી હાથ ધરી હતી. ગુરુવારનો દિવસ ને ભક્તો જલારામ બાપા અને સાઈ બાબાનો દિવસ તરીકે માને છે ત્યારે આજે જ પારડી મામલતદાર આર.આર. ચૌધરી, TDO વિશાલ પટેલ તેમજ મોટી સંખ્યામાં પોલીસ નો કાફલો સાથે ઘટના સ્થળે JCB લઈ પહોંચ્યા હતા અને ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવતા ભક્તોની આખોમાં પાણી વહી આવ્યા હતા અને એક સમયે ભક્તોએ વિરોધ પણ કર્યો હતો પરંતુ તંત્ર સામે સ્થાનિક ભક્તો લાચાર બન્યા હતા અને JCB વડે ડીમોલેશન કરી દેવામાં આવ્યું હતું અને જોકે ગ્રામ લોકોએ આ એવકો પાવર પ્રા. લી કંપનીના લાભ માટે દબાણ રૂપ હોવાનું જણાવી ડીમોલેશન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને આ સાથે ખડકી વિસ્તારમાં અન્ય કેટલાય સ્થળે દબાણ છે જે પણ તંત્ર તોડે તેવી માંગ કરી હતી.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

Leave a Comment