Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

દમણમાં રહો છો અને દમણમાં રહીને ભણો છો એટલે ખુબ જ ભાગ્‍યશાળી છો કારણ કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને જેમના હૈયે સમગ્ર પ્રદેશનું હિત સમાયેલું છે એવા પરમ આદરણિય પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સખત મહેનતના પરિણામે આપણાં પ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના દરવાજા ખુલી ગયા છેઃ મુકેશ ગોસાવી-સરપંચ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણવાડા સ્‍કૂલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી ખુબ જ આનંદ અને ઉત્‍સાહમાં કરવામાં આવી હતી. દમણવાડા સ્‍કૂલની નવા જમ્‍પોર ખાતે નવી બિલ્‍ડીંગમાં પ્રાથમિક, ઉચ્‍ચ પ્રાથમિક અને હાયર સેકન્‍ડરી સુધીનો અભ્‍યાસ કરાવવામાં આવે છે. આ પ્રસંગે આયોજીત સમારંભમાં તિરંગો લહેરાવી સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ઉપસ્‍થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સ્‍વતંત્રતા દિનની શુભકામના પાઠવતાં જણાવ્‍યું હતું કે, તમે દમણમાં રહો છો અને દમણમાં રહીને ભણો છો એટલે ખુબ જ ભાગ્‍યશાળી છો. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને જેમના હૈયે સમગ્ર પ્રદેશનું હિત સમાયેલું છે એવા પરમ આદરણિય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સખતમહેનતના પરિણામે આપણાં પ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના દરવાજા ખુલી ગયા છે. આપણાં પ્રદેશમાં એમબીબીએસ, બીઈ, નર્સિંગ, ત્રિપ્‍પલ આઈટી અને હવે નેશનલ ફેશન ટેક્‍નોલોજીની કોલેજ પણ શરૂ થઈ ગઈ છે. તેથી વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, આ જીવનનો સુવર્ણ કાળ છે. આ સમયે ફક્‍ત પોતાના અભ્‍યાસ ઉપર ધ્‍યાન આપી જીવન ઘડવા શિખામણ આપી હતી. તેમણે મોબાઈલ ફોનનો વપરાશ બંધ કરવા પણ તાકિદ કરી હતી.
દમણની તમામ સરકારી શાળાઓ પૈકી ધોરણ 10ની પરીક્ષાના આવેલા શ્રેષ્‍ઠ પરિણામ બદલ શાળાના આચાર્ય, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપી આ ગતિ જાળવી રાખવા જણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓનો પાયો પ્રાથમિક શાળાથી જ મજબુત હશે તો તેઓ સરળતાથી બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ શકે છે. તેમણે શિક્ષણ માટે વિદ્યાર્થીઓ કે શિક્ષકોને કોઈ સમસ્‍યા હોય તો તેના ઉકેલ માટે જાણકારી આપવા પણ વિનંતી કરી હતી.
આ પ્રસંગે પ્રારંભમાં વિદ્યાર્થીઓએ ભવ્‍ય પ્રભાતફેરી કાઢી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનનીય વક્‍તવ્‍ય અને કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી હરેન્‍દ્રભાઈ પાઠક, ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પિનલબેન પટેલ, ઉપ સરપંચ શ્રી મિલનરાયચંદ, નિવૃત્ત આચાર્ય શ્રી છોટુભાઈ પટેલ, પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment