Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

એજન્‍સીએ સાઈટ ઉપર કોઈ આડશ ઉભી નહી હોવાથી અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપીમાં અત્‍યારે રેલવે ઓવરબ્રિજ (આરઓબી) અને રેલવે અંડરબ્રિજ (આરયુબી)ની કન્‍સ્‍ટ્રકશન કામગીરી ચાલી રહી છે. મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે. હવે આ કામગીરી કરનારી કન્‍સ્‍ટ્રકશન કંપની લાપરવાહીને કારણે નાના મોટા અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. સોમવારે રાત્રે એક બાઈક ચાલક ફાટક પાસે અંડરબ્રિજના ખોદેલા ખાડામાં ખાબક્‍યોહતો. બાઈકને નુકશાન થયું હતું તેમજ ચાલક ઘાયલ થયો હયો. આ કામગીરીમાં વારંવાર અકસ્‍માતો સર્જાતા રહે છે.
સોમવારે રાત્રે બનેલા બનાવની વિગતો મુજબ વાપી જુના ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી માટે મોટા મોટા ખાડા ખોદેલા છે. જેની ઊંડાઈ 20 ફૂટ જેટલી છે. તેવા આ ખાડામાં રાત્રે મહારાષ્‍ટ્ર પાસીંગ બાઈકનો ચાલક અંધારામાં ખાડામાં ખાબક્‍યો હતો. ચાલકને માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ થતા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ પ્રોજેક્‍ટ પી.ડબલ્‍યુ.ડી.ની હસ્‍તક છે. જેની કન્‍સ્‍ટ્રકશન કામગીરી રચના કન્‍સ્‍ટ્રકશન કંપની કરી રહી છે. આ કંપનીમાં નોંધનીય બેદરકારી, લાપરવાહી જોવા મળી રહી છે. કામગીરીના ખાડાઓ ઉપર કોઈ આડશ ઉભી કરાઈ નથી તેથી અજાણતા અનેક અકસ્‍માત સર્જાતા રહે છે. સોમવારે તેવો વધુ એક અકસ્‍માત બન્‍યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્‍યાને રાખી કોન્‍ટ્રાક્‍ટરને છાવરતા અધિકારીઓ ત્‍વરીત કાર્યવાહી કરે તેવી વાપીજનોની પ્રબળ માંગણી છે.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો વળેલો ખુડદોઃ બે યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

Leave a Comment