January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

  • કેટલીક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયી થવાની બનેલી ઘટના પરંતુ તાત્‍કાલિક ફાયર બ્રિગેડ દ્વારા દૂર કરાયેલા અવરોધ

  • જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના નેતૃત્‍વમાં ડિઝાસ્‍ટર ટીમની અત્‍યાર સુધી રહેલી નેત્રદિપક કામગીરી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11

દમણમાં આજે સવારે 8 વાગ્‍યા સુધી 2.26 ઈંચ અને સવારે 8 વાગ્‍યાથી સાંજના 5 વાગ્‍યા સુધી 3.78 ઈંચ વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી જોવા મળ્‍યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે બપોરે 1 વાગ્‍યા સુધી એટલે કે સવારના 11 થી 1 દરમિયાન માત્ર બે કલાકમાં 27.8એમએમ એટલે કે, 1.09 ઈંચ જેટલો વરસાદ ખાબક્‍યો હતો.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમથી લગભગ દોઢ લાખ ક્‍યસુેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાની જાણકારી આપવામાં આવી છે.

દમણમાં પડેલા વરસાદના કારણે મોટી દમણ ખાતે જ્‍યુપ્રિમના વેલનેસ હેલ્‍થ સેન્‍ટર નજીક અને માછીવાડ ઝાલા પ્‍લોટ પાસે એક એક ઝાડ ધરાશાયી થયું હતું. જેને ફાયર બ્રિગેડની ટીમે સમયસર હટાવી દીધું હતું.

અત્‍યાર સુધી દમણ જિલ્લા માટે ગઠિત ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટીની ટીમ ખુબ જ સુંદર કામ કરી રહી છે અને સમગ્ર પરિસ્‍થિતિ ઉપર જિલ્લા કલેક્‍ટરડો. તપસ્‍યા રાઘવ અને તેમની ટીમની સીધી નજર છે.

Related posts

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ઘેજમાં લટકતા વીજતારની વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ પદે વિક્રમ હળપતિની કરાયેલી નિમણૂક

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

Leave a Comment