Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દહાડ પ્રાથમિક શાળા જમીન પ્રકરણમાં નવી બોટલમાં જૂનો દારૂ એ પણ બનાવટી જેવો સામે આવી રહેલો ઘાટ

એક સત્‍ય છુપાવવા કરવા પડેલા અનેક કાંડ હવે ઘાટ બેસાડવા ગમે તેટલા આવડત વાળા મિષાીને જવાબદારી સોંપે પણ સત્‍ય છુપાવું મુશ્‍કેલી જ નહીં નામુમકીન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાના દહાડ ખાતેની પ્રાથમિક શાળા જમીન પ્રકરણમાં ખોટું કરનારાઓ રાજકીય આગેવાનો, ભૂમાફિયા કે સરકારી અધિકારી હોય તમામનો આ શાળાને જમીનનું દાન આપનાર મરહુમ કમળાબાઈ ચિંતામણી પિપુંટકરનો આત્‍મા પીછો છોડવાની નથી. આ જમીન ઉપર હાલમાં બિલ્‍ડીંગનું કામકાજ ચાલી રહ્યું છે. અર્થાત આ જમીન શાળા પાસેથી યેનકેન પ્રકારે બિલ્‍ડરને સોંપવામાં આવેલી છે કે બિલ્‍ડરે કબજે કરેલી છે એ તપાસનો વિષય છે. આ પ્રકરણમાં વિગતવાર જોઈએ તો 1932 થી ચાલી આવતા જમીનના કબજેદારોના નામ હટાવી એમના સ્‍થળે બદઈરાદે દાખલ થયેલા નવા નામોએ શાળાનું મકાન હોવા છતાં મકાનનો ઉલ્લેખ ન કરી શાળામાંથી બોર્ડ શબ્‍દ હટાવી અદલ-બદલનો દસ્‍તાવેજ કરી આ પ્રકરણમાં ખેલ પાડેલો હોવાની શકયતા દેખાઈ રહી છે. અને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નવા વ્‍યવસ્‍થાપક સમિતિનીરચના કરવી રચના કર્યા બાદ એમના ઠરાવોની નોંધણી કરવી ત્‍યારબાદ તબક્કાવાર થયેલ લખાણો અને સરકાર સામે રજૂ થયેલા પુરાવા જોતા અનેકવાર ભૂલો કરેલી હોવાની શકયતાઓ પ્રબળ બની રહે છે જેને ઉજાગર કરવા માટે ફોરેન્‍સિક લેબ અને ઉંડાણ પૂર્વક તપાસની આવશ્‍યકતા છે. દસ્‍તાવેજ પ્રક્રિયા દરમ્‍યાન રજૂ કરવામાં આવેલો આ જમીનનો ફોટો પણ ચારે દિશાએથી તપાસતા સ્‍થળ સાથે આબેહૂબ અથવા મળતો હોવાનું દ્રશ્‍યમાન થતું નથી. આ ઉપરાંત સરકારી લખાણોમાં નવી ફોર્મેટમાં જુના લખાણો થયેલા જોવા મળે છે એ પણ મરાઠી અને મૂડી ભાષાનો ઉપયોગ થયેલો છે અને કેટલાક શબ્‍દો ગુજરાતી લેંગ્‍વેજમાં જોવા મળે છે. આ પ્રકારનું લખાણ પણ શંકાના દાયરામાં આવી રહ્યું છે. દસ્‍તાવેજ કરનાર અરજદારે અરજીની અંદર શાળા સાથે બોર્ડ શબ્‍દનો ઉપયોગ કરેલો છે છતાં એન્‍ટ્રી નોંધનાર સરકારી અધિકારીએ એન્‍ટ્રી પાડતી વખતે બોર્ડ શબ્‍દ દૂર કરેલો છે જે પ્રક્રિયા સમજણની બહાર હોવાનું જણાઈ રહી છે.
આ પ્રકરણ હાલમાં રાજ્‍યની વડી અદાલતમાં ચાલી રહ્યું છે. દહાડના એક જાગૃત નાગરીક દ્વારા સ્‍ટેમ્‍પ ડ્‍યુટી કચેરીએ અરજી કરી દસ્‍તાવેજ પ્રકિયા દરમિયાન શાળાનું મકાન ન દર્શાવી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ચોરી કરેલી હોવાનો આરોપ મુકવામાં આવેલો છે જેની તપાસપણ ચાલુ છે. હવે આ પ્રકરણમાં કેટલાક બનાવટી દસ્‍તાવેજો પણ ઉભા કરેલા હોવાની શકયતા જોતા સમગ્ર ઘટનામાં સરકારે સુઓ મોટો દાખલ કરી ફોજદારી રાહે પણ તપાસ કરાવી જોઈએ એવી દહાડ તેમજ તાલુકા વાસીઓમાં માંગ ઉભી થવા પામી છે.

Related posts

વલસાડનાં નામાંકિત ડો.કાંતિભાઈ પટેલને બેસ્‍ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત થયો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

Leave a Comment