April 18, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

રૂા. 1 લાખ કરોડના જંગી ખર્ચે 1386 કિ.મી.ની લંબાઈ ધરાવતો 8 લાઈન સુવિધા વાળો પાંચ રાજ્‍ય અને યુનિયન ટેરીટરી દાનહમાંથી પસાર થતા એક્‍સપ્રેસ હાઈવેથી જિલ્લા અને સંઘપ્રદેશની રોનક અને વિકાસ થશેઃ હાલમાં પેકેજ-10 હેઠળ કરવડથી તલાસરી સુધીનું કામકાજપુરજોશમાં ચાલી રહ્યું છે

વલસાડ જિલ્લો આગામી બે વર્ષમાં વિકાસની હરણફાળ ભરશે તેવા દિવસો દૂર નથી કારણ કે વલસાડ જિલ્લાને કેન્‍દ્રના અતિ મહત્ત્વાકાંક્ષી એવા પ્રોજેક્‍ટ બુલેટ ટ્રેન, ભારતમાલા હેઠળ આકાર લઈ રહેલ દિલ્‍હી મુંબઈનો એક્‍સપ્રેસ હાઈવે તથા ગોલ્‍ડન કોરીડોર જેવા પ્રોજેક્‍ટનો સંપૂર્ણ લાભ વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશને થવાનો છે એ નક્કી છે. તમામ પ્રોજેક્‍ટની કામગીરી જિલ્લામાં થઈ રહેલી નજરાઈ રહી છે. એક તરફ બુલેટ ટ્રેન બીજી તરફ દિલ્‍હી મુંબઈ 8 લાઈન ધરાવતો એક્‍સપ્રેસ હાઈવે તથા ગોલ્‍ડન કોરીડોર ડબલ ડેકર ગુડ્‍ઝ ટ્રેનના પાટાની કામગીરી વલસાડ જિલ્લામાં પુર્ણતાના આરે છે તેથી વલસાડ જિલ્લો ટુંક સમયમાં ચંગા ચંગાની ફિલીંગ મહેસૂસ કરનાર છે.
આજે સૌથી મહત્ત્વનો અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સપનાનો પ્રોજેક્‍ટ એટલે ભારતમાલા હેઠળ આકાર લઈ રહેલ દિલ્‍હી, મુંબઈ એક્‍સપ્રેસ હાઈવેની ચર્ચા કરવી છે. એક્‍સપ્રેસ હાઈવે રૂપિયા 1 લાખ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. 8 લાઈન ધરાવતો આ સુપર હાઈવે દિલ્‍હી, હરિયાણા, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ગુજરાત અને એક કેન્‍દ્રશાસિત પ્રદેશ અને મહારાષ્‍ટ્રના મુંબઈ જવાહર નેહરૂ પોર્ટ સુધીનો કુલ 1386 કિ.મી.ની લંબાઈ ધરાવે છે. રોડ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ હાઈવે મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિતનેશનલ હાઈવે ઓથોરીટી (એનએચએઆઈ) હાલમાં નિર્માણ કરી રહી છે. જે પૈકી કરવડથી તલાસરી સુધી પેકેજ 10 હેઠળ એક્‍સપ્રેસ હાઈવે નિર્માણનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. એક્‍સપ્રેસ હાઈવે સંપૂર્ણ કાર્યરત થઈ જશે એટલે હાલ મુંબઈ-દિલ્‍હીનું અંતર 24 કલાકમાં પૂર્ણ કરાય છે તે માત્ર 12 કલાકમાં પૂર્ણ થશે. એક્‍સપ્રેસ હાઈવે ઉપર 33 નદીઓના નાના-મોટા પુલ તેમજ દમણગંગા નદી અને મહારાષ્‍ટ્ર તલાસરી કોચાઈ નદીના બે મોટા પુલનો પણ સમાવેશ છે. સંપૂર્ણ હાઈવે 8 લાઈનનો હશે તેમજ ખાસ ઈન્‍ટર ચેઈન્‍જીસ હશે. રૂટને બન્ને તરફ ફેન્‍સિંગ-દિવાલ સુરક્ષાને ધ્‍યાને લઈ પ્રોવિઝન કરાઈ છે. વાપી નજીક દાદરા નગર હવેલીમાં ટોલ પ્‍લાઝા તૈયાર કાર્યરત થશે.
એક્‍સપ્રેસ નેશનલ હાઈવેની કામગીરી માટે તલાસરી, કરવડ, પરિયા જેવા સ્‍થળોએ ક્રેસર પ્‍લાન્‍ટ કાર્યરત કરાયા છે. અધ્‍યતન મશીનરી, સ્‍કીલ્‍ડ સ્‍ટાફ તેમજ રોલર, ડમ્‍પર, જેસીબી જેવા મશીનોની ફોજ કામગીરી બજાવી રહી છે. 6 મીટરનું માટી કામ ઉપર કોંક્રિટ સાથે વર્લ્‍ડ ક્‍લાસ ટેકનોલોજી અને એન્‍જિનિયરીંગ સાથેની કામગીરી ચાલી રહી છે. દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ-વે બીજી અન્‍ય અગણિત સુવિધાઓથી સજ્જ થઈ રહ્યો છે. એક્‍ઝિટ પોઈન્‍ટ ઉપર વાહન ચાલકો માટે હોટલ, રેસ્‍ટોરેન્‍ટ, ટોયલેટ, અકસ્‍માત કે ઈમરજન્‍સી માટે ઝડપી સારવારમાટે હેલીકોપ્‍ટર તહેનાત રહેશે. તેમજ પ્રત્‍યેક 100 કિલોમીટરે હેલીપેડ તથા એ.ટી.એમ., ફુડકોર્ટ, ઈલેક્‍ટ્રીક વાહનો માટે 93 જગ્‍યાએ ચાર્જીંગ સુવિધા, ઈંધણ સ્‍ટેશનની સુવિધા હશે. હાઈવે ઉપર વાહન ચાલકો માટે સ્‍પીડ કન્‍ટ્રોલ એડવાન્‍સ ટ્રાફિક મેનેજમેન્‍ટ, વેધર ડિટેઈલ્‍સની જાણકારી આપશે. આ હાઈવે 120 કિ.મી.ની સ્‍પીડથી આરામદાયક રીતે વાહનો દોડી શકશે. તેથી દેશની રાજધાની દિલ્‍હીથી આર્થિક રાજધાની મુંબઈ જવાહરલાલ નહેરૂ પોર્ટ સુધી જોડાશે. આ એક્‍સપ્રેસ હાઈવે ગુજરાતમાં દાહોદ-દાનહ વચ્‍ચે 426 કિ.મી.નું અંતર છે તેથી ગુજરાતને એક્‍સપ્રેસ હાઈવેનો વધુ લાભ મળ્‍યો છે.
વલસાડ જિલ્લો અને દાનહ વિકાસની હરણફાળ ભરી શકશે તેવા તમામ સંયોગોનું નિર્માણ થઈ ચૂક્‍યું છે. ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન ફક્‍ત અમદાવાદ, વડોદરા, સુરત અને વાપીને સ્‍ટોપેજ મળ્‍યું છે. જે હાલ કાર્યરત છે. બીજો મહત્ત્વનો બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટનો લાભ વલસાડ જિલ્લાને મળ્‍યો છે. જેમાં જમીન સંપાદન વળતરમાં સેંકડો ખેડૂતો જમીન માલિકો લાખો અને કરોડપતિ બની ચૂક્‍યા છે. અમદાવાદ પછીનું સૌથી મોટું બુલેટ ટ્રેનનું સ્‍ટેશન વાપીના ડુંગરામાં આકાર લઈ રહ્યું છે. જે કાર્યરત થવાથી વાપી સાંગાઈ બની જશે તે નક્કી છે. ત્રીજો મહત્ત્વનો પ્રોજેક્‍ટ વેસ્‍ટર્ન ડેડિકેટેડ ફેઈટ કોરિડોરનો છે.જે ઈન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોર છે. વેસ્‍ટર્ન ડી.એફ.સી. દિલ્‍હીથી મુંબઈ ઈન્‍ડસ્‍ટ્રીલ કોરીડોર ઉદ્યોગો માટે કરોડરજ્જુ સાબિત થનાર છે. આ પ્રોજેક્‍ટનું વલસાડ જિલ્લામાં મહત્ત્વની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્‍ટ માટે વાપીનો રેલવે બ્રિજ તોડવો પડયો છે કારણ કે ગોલ્‍ડન કોરીડોર ઉપર ડબ્‍બલ ડેકર ગુડ્‍ઝ ટ્રેનો દોડવાથી દિલ્‍હી, મુંબઈનું ટ્રાન્‍સપોર્ટેશન અતિ ઝડપી અને સરળ બની જશે. ટુંકમાં વલસાડ જિલ્લામાં હાલના એક્‍સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને ગોલ્‍ડન કોરીડોર પ્રોજેક્‍ટ ભલે હાલ પાઈપલાઈનમાં છે પરંતુ આગામી બે વર્ષમાં તમામ પ્રોજેક્‍ટ કાર્યરત હશે ત્‍યારે વિશ્વાસ પણ નહીં કરી શકાય તેવી પ્રગતિ વાપી અને વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની હશે. હાલમાં વાપી રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પણ પુરજોશમાં ચાલી છે. તે પણ એક દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જશે. આગામી બે વર્ષ પછીનું વાપી સાંગાઈનું રૂપ ધારણ કરી વિકસીત સુસજ્જ શહેર અને ઉદ્યોગનગરની રોનકને ચાર-ચાંદ લાગી જશે તે નક્કી.

Related posts

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

Leave a Comment