June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

સ્‍પ્‍લેન્‍ડર બાઈકના ચાલકે રોંગ સાઈડથી હંકારી બજાજ ડિસ્‍કવરને અડફટે લેતા થયો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23
પારડીના પોણીયા તાડ ફળીયા ખાતે રહેતા પરિમલભાઈ શંકરભાઈ ધો.પટેલ પત્‍ની રવીના અને સાળી રોશની સાથે બજાજ ડિસ્‍કવર બાઈક નંબર ઞ્‍થ્‍ 15 ફફ 2024 લઈ સાંજે 6:00 વાગે પોતાના સાસરે સુખલાવ ખાતે જઈ રહ્યા હતા. આ દરમ્‍યાન સુખલાવ દાદાવાડી પાસે સોનવાડા ભગત ફળીયા ખાતે રહેતા ધર્મેશ કાંતિભાઈ ધો.પટેલે પોતાની સ્‍પ્‍લેન્‍ડર બાઈક નંબર ઞ્‍થ્‍ 15 ગ્‍ય્‍ 7666 ને રોંગ સાઈડથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામે આવી રહેલ ડિસ્‍કવર બાઈકની સામે અથડાવી અકસ્‍માત કરતા બન્ને બાઈક સવારો સહિત ચારેયફંગોળાઈ ગયા હતા.
આ અકસ્‍માતમાં બજાજ ડિસ્‍કવર ચાલક પરિમલને મોઢા, નાક તથા માથાના ભાગે, રવીનાને શરીરે પગમાં તથા કમરના ભાગે તથા રોશનીને હાથમાં તથા માથામાં ઇજા થતાં તેમને સારવાર અર્થે મોહન દયાળ હોસ્‍પિટલ ખાતે લઈ જવાતા પરિમલને દાખલ કરી રવીના તથા રોશનીને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. જ્‍યારે અકસ્‍માત કરનાર સ્‍પ્‍લેન્‍ડર ચાલક ધર્મેશને પણ માથાના ભાગે ઈજા થતાં 108 આવી લઈ ગઈ હતી. બજાજ ડિસ્‍કવરના ચાલકની પત્‍ની રવીનાએ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
—-

Related posts

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment