સંઘપ્રદેશ પ્રશાસનમાં વિવિધ પદો ઉપર કાર્યરત આસિસ્ટન્ટોની કરાયેલી બદલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને દમણના વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) સહિત વિવિધ પદો ઉપર કાર્યરત આસિસ્ટન્ટોની બદલીનો આદેશ જારી કર્યો છે.
સંઘપ્રદેશના કાર્મિક વિભાગના નિર્દેશક સહ સંયુક્ત સચિવ શ્રી આશિષ મોહને જારી કરેલા આદેશમાં દમણના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રાહુલ ભીમરાની દાનહ કલેક્ટરમાં વેટ અને જીએસટીના વધારાના હવાલા સાથે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને દીવમાં કાર્યરત શ્રી મિહિર એન. જોશીને દમણના બી.ડી.ઓ. સાથે સી.ડી.પી.ઓ. તથા પંચાયતી રાજ ઈન્સ્ટિટયૂટના સહાયકની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
અન્ય આસિસ્ટન્ટોમાં શ્રી તપસ્ય પોટ્ટીની દમણ કલેક્ટોરેટમાં, શ્રી મિતેશ બી. પાઠક દમણ કલેક્ટોરેટમાં દાનહ અને દમણ-દીવના જાહેર બાંધકામ વિભાગના વિશેષપ્રભાર, શ્રી રાજેન્દ્ર એન. રાઠોડને દાનહના સબ રજીસ્ટ્રારની સાથે એલ.આર.ઓ. અને ચૂંટણી વિભાગનો વધારાનો હવાલો તથા શ્રી સોહિલ મેકવાનને સેલવાસ નગરપાલિકામાં એ.ઓ. સાથે આરોગ્ય વિભાગની વધારાની જવાબદારી સુપ્રત કરાઈ છે.