(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16
વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા માહ્યાવંશી સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભામટીની ટીમનો ભવ્ય વિજય થયો હતો. આ ટૂર્નામેન્ટમાં કુલ 38 ટીમોએ ભાગ લીધો હતો. વરકુંડ-એની ટીમે મર્યાદિત 06 ઓવરમાં 36 રનની સામે ભામટીની ટીમે માત્ર 03 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર આપેલો ટાર્ગેટ પૂર્ણ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપનાપ્રમુખ શ્રી અસ્પી દમણિયા અને દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષિકાબેન પટેલે પુરસ્કાર આપી વિજેતાઓને પુરસ્કૃત કર્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/01/WhatsApp-Image-2022-01-16-at-7.55.07-PM.jpeg)