(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: આજરોજ દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ સાથે સંસદભવન દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સહિત તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહી માન. ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહનું માર્ગદર્શન મેળવ્યું હતું.
