(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગુજરાત બોર્ડરને જોડતા મોરખલ ગામથી વારણા તરફના દાભડપાડાનો રસ્તો જે હાઈસ્કૂલ તરફ જાય છે એ રસ્તા ઉપર ભારે વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. આ રસ્તાનો ઉપયોગ કપરાડા અને ધરમપુર તરફ જનારા લોકો તેમજ ગુજરાતથી દાદરા નગર હવેલીમાં આવતા વાહનચાલકો અને રાહદારીઓ કરે છે. સાથે શાળામાં જતાં-આવતા બાળકોએ પણ આ રસ્તા પરથી જ પસાર થવું પડે છે. આ રસ્તા પર પડેલ મોટા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ઘણી જ તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. જેથી પ્રશાસન દ્વારા તાત્કાલિક આ સમસ્યાને ધ્યાનમાં લઈ મોટા મોટા ખાડાઓ પડેલ છે જેના કારણે વાહનો બગડવાની નોબત પણ આવી ચુકી છે અને હોસ્પિટલમાં જવા માટે એમ્બ્યુલન્સને સમયસર પહોંચવા પણ સમયના બગાડ સાથે ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે અનેદર્દીઓએ હેરાન-પરેશાન થવું પડે છે. તેથી તાત્કાલિક ધોરણે આ ખખડધજ રસ્તાની મરામ્મત કરવામાં આવે એવી લોકોની બુલંદ માંગ છે.