January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.29: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદશંનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદ, નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દાનહના 8 પસંદગી કરવામાં આવેલ બાળકોને ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપ દિલ્‍હી જનકપુરી કોમ્‍યુનિટી હોલમાં ભાગ લેવા માટે ગયા હતા. આ નેશનલ કરાટે પ્રતિયોગિતામાં 26 રાજ્‍યોના 1600 પ્રતિયોગીએ ભાગ લીધો હતો. જેમાં કરાટે ટ્રેનર રાધાકળષ્‍ણનના પ્રયત્‍નથી પ્રદેશના ખેલાડીઓએ ખેલ વિભાગનુ નામ રોશન કર્યું હતું. જેમાં શ્વેતા સિંઘે 50 કિલો વર્ગમા બ્રોન્‍ઝ મેડલ અને સીનીયર ઓપન કેટેગરીમાં પણ બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. છોકરાઓમાં 45 કિલો વર્ગમા બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કર્યા જીતીને આવેલ ખેલાડીઓને આરડીસી શ્રીમતી ચાર્મી પારેખ દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાજપ પ્રદેશના ઉપાધ્‍યક્ષ પદે નરોલીના પ્રિયાંકસિંહ પરમારની નિમણૂક

vartmanpravah

Leave a Comment