April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 :દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યાએથી ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. રથયાત્રાની શરૂઆત ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે પૂજા અર્ચના અને આરતી કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રથ યાત્રા જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી જેનું પ્રસ્‍થાન નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીના હસ્‍તે આરતી કરીને કરવામાં આવ્‍યું હતું.
બીજી રથયાત્રા બાલદેવી જગન્નાથ કલ્‍ચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી પસાર થઈ નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રોકાઈ હતી. સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે બીજી રથયાત્રા જે બાલદેવીથી નીકળી સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાઈ હતી. જ્‍યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમાં લઈ જવાઈ હતી. આ રથયાત્રામાં ચુસ્‍તપોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. ભાવિક ભક્‍તોમાં રથયાત્રા દરમ્‍યાન અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

Related posts

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વાપી રહેણાંક વિસ્‍તારમાંથી છેલ્લા બે મહિનામાં 200 ઉપરાંત સાપ રેસ્‍ક્‍યૂ કરાયા

vartmanpravah

Leave a Comment