Vartman Pravah
Breaking Newsદમણદેશ

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિએશન દમણ દ્વારા 14મી નવેમ્‍બરના રોજ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ નાની દમણમાં કાનૂની જાગરૂકતા અને સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં અખિલ ભારતીય જાગરૂકતા અને આંતરરાષ્‍ટ્રીય અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે બોમ્‍બે હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ શ્રી એન.જે.જમાદાર ઉપસ્‍થિત રહેશે. તેમની સાથે પ્રિન્‍સિપલ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ તથા એડહોક મેમ્‍બર સેક્રેટરી રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ-દીવના શ્રી પી.કે.શર્મા, દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણ એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મારિયો લોપેસ ઉપસ્‍થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિવિલ જજ સિનિયર ડિવીઝન અને સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી-દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટે યજમાન તરીકેની ભૂમિકા ભજવશે.

Related posts

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment