પુર ઝડપે આવી રહેલ ટાટા નેકશનના ચાલકે આગળ જતી સિફટ કારને ધડાકાભેર ટક્કર મારી દીધી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી જકાતનાકા પાસે બલીઠા હાઈવે સર્વિસ રોડ ઉપરગુરૂવારે સાંજના બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતમાં બે ગાડીઓ નુકશાનગ્રસ્ત થઈ હતી પરંતુ કોઈ જાનહાની થવા પામી નહોતી.
પ્રાપ્ત વિગતો મુજબ જય નંદકુમાર પ્રકાશ સાંજે તેમની ઓફીસથી સિફટ કાર નં.જીજે 15 સીજી લઈને ઘર તરફ જવા નિકળ્યા હતા ત્યારે બલીઠા હાઈવે સર્વિસ રોડ ઉપર પાછળથી પુરઝડપે આવી રહેલી ટાટા નેકશન કાર નં.જીજે 15 સીએલ 5199ના ચાલકે ધડાકાભેર કાર આગળ જતી સિફટને અથડાવી દીધી હતી. અકસ્માત સર્જાયેલ બન્ને કારોને નુકશાન થયું હતું. પરંતુ કોઈ જાનહાની થવા પામી નહી. ઘટનાની જાણ બાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ આગળની તપાસ હાથ ધરી હતી.