Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ)
ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્‍યો હતો.
ચીખલીમાં પીસી એન્‍ડ પીએનડીટી અંતગર્ટ યોજાયેલ વર્કશોપ ભારત સરકારની આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલના અધિક્ષક ડો.દક્ષાબેન પટેલને સીડીએચઓ ડો.દિલીપ ભાવસાર આરસીએચઓ ડો.સુજીત પરમાર,તાલુકાના આરોગ્‍ય અધિકારી ડો.અરુણ સોનવણે સહિતના આરોગ્‍ય વિભાગના અધિકારીઓ સ્‍ટાફની ઉપસ્‍થિતિમાં શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યો હતો.
ચીખલીની રેફરલ હોસ્‍પિટલનું અપગ્રેડેશન કરી સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલ બનાવવાની સાથે નવું અદ્યતન મકાન પણ ઉપલબ્‍ધ થતા આ હોસ્‍પિટલની સુવિધામાં વધારો થવા પામ્‍યો છે. આ હોસ્‍પિટલમાં ચીખલી ઉપરાંત આસપાસના તાલુકાના દર્દીઓ પણ મોટી સંખ્‍યામાં આવતા હોય છે.

Related posts

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment