Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૯: વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક અને ધામધુમથી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ તા. ૧૯/૦૯/૨૦૨૩ થી ના.૨૮/૦૯/૨૦૨૩ સુધી ઉજવવામાં આવશે. તહેવારમાં જિલ્લામાં ભગવાનથી ગણવાની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન અર્થ સરઘસ નીકળતું હોય છે અને શ્રધ્ધાળુઓ દ્રારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી, તળાવ તથા દરિયા કિનારે કરવામાં આવે છે. પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર કોચરી કાર્યરીતી અધિનિયમ–૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ વલસાડ જિલા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન દૈવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં તથા મૂર્તિઓનો વિસર્જન સમયે નીચે જણાવ્યા મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુક્યો છે.
(૧) પી.ઓ.પી.ની મૂર્તિઓ વિસર્જન સમયે નદીઓં/તળાવ/દરિયાના કિનારે પુજન વિધી કરી નદીઓ/તળાવ/ દરિયાના કિનારે રાખવી. નદી/તળાવ/દરિયામાં પધરાવવી નહી. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવી નહી.
(૨) મુર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં.
(૩) મુર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જવું નહીં. તે અંગે જિલ્લાના ગણેશ ઉત્સવ મંડળોએ અમલ કરવા/કરાવવો તથા પોલીસ ખાતાએ ખાસ તકેદારી રાખવાની રહેશે.
(૪) કોઈપણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો-કલાકારોએ શ્રી ગણેશજીની પ્રતિમા મૂર્તિ નવ ફૂટથી વધારે(બેઠક સહિત) ઊંચાઈની બનાવવવી નહી કે વેચવી નહીં.
(૫) ગણેશ મહોત્સવ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવનાર ગણપતિજીની મૂર્તિઓની ઉંચાઈ (બેઠક સહિત) ૯ (નવ) ફુટથી વધુ ન હોય તે રીતે આયોજન કરવાનું રહેશે તથા વિસર્જન દરમિયાન સરકારશ્રીની પ્રર્વતમાન નિયમોનુસારની કાર્યવાહી અનુસરવાની રહેશે.
(૫) મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો. ઝેરી અને ઉત્તરતી કક્ષાના સીન્થેટીક, રસાયણ કે કેમીકલ ડાય યુક્ત રંગોનો ઉપયોગ કરવો નહી.
(૭) મુર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે, તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુ બાજુ ગંદકી કરવી નહીં. તે અંગે નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સંસ્થાએ તકેદારી રાખવી.
(૮) વલસાડ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો / વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે.
(૯) વિસર્જન સરઘસ માટેનો પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહીં.
(૧૦) નામ. સુપ્રિમ કોર્ટ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિસર્જનની ગાઇડ લાઇન મુજબ વિસર્જન કરવા અંગે તકેદારી રાખવી.
(૧૧) સરકારશ્રીના ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તથા નામ.સુપ્રિમ કોર્ટ/નામ. હાઇકોર્ટ તથા અન્ય ટ્રીબિન્યુઅલની વખતો વખતની સુચના અને માર્ગદર્શન મુજબ ફેરફારને આધિન તથા સબંધિતોને બંધનકર્તા રહેશે.
આ હુકમ તા. ૨૬/૦૮/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી (બન્ને દિવસો સહિત) લાગુ રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તે ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Related posts

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

પારડીના નાના વાઘછીપા ખાતે ટેમ્‍પાએ સામેથી અર્ટિગાને ટક્કર મારતા અર્ટિગામાં સવાર સિનિયર સીટીજનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ખતલવાડ પંચાયતે રસ્‍તાની કામગીરી માટે પસાર કરેલો ઠરાવ સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

vartmanpravah

છ મહિનાથી વોન્‍ટેડ પલસાણામાં થયેલ લૂટના આરોપીને ઝડપવામાં સફળતા મેળવતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment