(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્થિત સાંઈ મંદિરના પટાંગણમાં સ્થાપના કરવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીજીની મૂર્તિનું અઢી દિવસની પૂજા-અર્ચના બાદ ધામધૂમથી વાજતે-ગાજતે નાચગાન સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સાંઈરામ સેવા સમિતિ દ્વારા ઝરીપાડા સ્થિત ખાડીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અહીં વિસર્જન બાદ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રામા સાંઈરામ સેવા સમિતિના પ્રમુખ શ્રી માધુભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ સહિતઅગ્રણીઓએ ખુબ જ ભક્તિભાવ પૂર્વક સેવા બજાવી હતી.