August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તેમની દીવ મુલાકાતના બીજા દિવસે જલંધર સર્કિટ હાઉસ ખાતે આવેલા ઈન્ફિનિટી સ્વિમિંગ પુલ અને નવીનીકરણ થઈ રહેલા દીવના કિલ્લાની મુલાકાત લઈ અધિકારીઓને આપેલા જરૂરી દિશા નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.૨૭: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે તેમની દીવ મુલાકાતના બીજા દિવસે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ, સ્થળ જલંધર સર્કિટ હાઉસ ખાતે આવેલા ઈન્ફિનિટી સ્વિમિંગ પુલ અને નવીનીકરણ થઈ રહેલા દીવના કિલ્લાની મુલાકાત લીધી હતી અને યોગ્ય ગુણવત્તા જાળવવા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે તમામ કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરવા સીધી સૂચના આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં યોજાનાર G20ની બેઠક અંગેની તમામ તૈયારી અને તમામ વ્યવસ્થા બાબતે ખાસ ધ્યાન આપવા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર, દીવના કલેક્ટર શ્રી ફરમન બ્રહ્મા સહિતના અધિકારીઓ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment