December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાઈફ રેસ્‍ક્‍યૂ ફાઉન્‍ડેશન અને પીપલ ફોર વોઈસલેસ ચેરીટેબલ ટ્રસ્‍ટની ટીમ દ્વારા વાપી તથા આસપાસના વિસ્‍તારોમાં રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્‍ટ પહેરાવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ઘણા સમયથી સંસ્‍થાના સ્‍થાપક વર્ધમાન શાહને વાપી તથા આસપાસના વિસ્‍તારથી સોશિયલ મીડિયા મારફતે, સમાચાર કે ડાયરેકટ કૉલ અથવા મેસેજ મળતાં હોય છે જેમાં જણાવવામાં આવે છે કે ગૌવંશનું અકસ્‍માત થયું છે અને આવી પરિસ્‍થિતમાં કા તો મનુષ્‍ય ગંભીર રીતે ઘાયલ થયેલો જણાય છે અને કા તો ગૌવંશ, અને કયારેક તો મૃત્‍યુ થયાનાપણ સમાચાર મળી આવતા હોય છે તેથી આ ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સંસ્‍થા તથા સંસ્‍થાને મદદરૂપ થનાર આકાશભાઈ (કેપ્‍ટન મેન બૂટિક – ગુંજન) સાથે મળીને 400 જેટલા રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્‍ટ પહેરવાનું નક્કી કર્યું હતું.
વર્ધમાન શાહના જણાવ્‍યા પ્રમાણે રખડતા ગૌવંશને ખાસ કરીને વરસાદની ઋતુમાં સડકો ઉપર વધારે બેસેલા જોવામાં આવે છે એનું મુખ્‍ય કારણ વર્ષા ઋતુમાં રસ્‍તાઓ સાફ હોય છે અને પાણીવાળી જગ્‍યાએ કે કીચડ – કાદવ વાડી જગ્‍યામાં માખી, મચ્‍છર કે અન્‍ય જીવજંતુ હોય છે જેનાથી બચવા તેઓ સડકનો સહારો લે છે અને આવા સમયે જો અંધારામાં ગૌવંશ બેઠું હોય તો વાહન સાથે અકસ્‍માત થવાના બનાવ વધી જાય છે, જોકે આ કોલર બેલ્‍ટ પહેરાવાથી 100 ટકા અકસ્‍માત રોકી શકાય એ શકય નથી પરંતુ બની સકે એટલા ઓછા અકસ્‍માત થવાની સંભાવના થઈ શકે, રેડિયમ કોલર બેલ્‍ટ બાંધવાથી ગૌવંશ જે રસ્‍તામાં બેઠા હોય કે ઊભા હોય (ખાસ કરીને ડાર્ક રંગના) તો દૂર થી જ લોકોને વાહનની લાઈટ દ્વારા કોલર બેલ્‍ટ રિફલેક્‍સન થતાં દેખાઈ જાય અને અકસ્‍માત થવાની ઘટના ઓછી થવાની સંભાવના બની રહે, સંસ્‍થાના લોકો દ્વારા હાથ જોડીને અપીલ છે કે તેઓનો મુખ્‍ય ઉદ્દેશ આપની અને ગૌવંશની સુરક્ષા છે જેની માટે આમહત્‍વપૂર્ણ કાર્ય રાત ભર જાગી જાગી અને ફરી ફરીને કરી રહ્યા છે તો તેમની મદદ માટે આગળ આવે અને આવા કાર્યમાં સહભાગી થાય.
વાહન ચલાવતી વખતે હેલ્‍મેટ અને શિટ બેલ્‍ટ જરૂર લગાવો જેથી સુરક્ષા બની રહે અને સ્‍પીડમાં થોડો કાબૂ રાખો જેથી તમારો કે કોઈપણ બીજાનો જીવ બચાવી શકાય.

Related posts

વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

vartmanpravah

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

Leave a Comment