October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી મીનાબેન વરઠા અને શ્રી રમેશ માહલાએ પ્રદેશમાં સૌથી જરૂરી એવા હૃદયરોગ અને કેન્‍સરની સારવાર શરૂ કરવા માટે નિયમિત કાર્ડિયોલોજિસ્‍ટ અને ઓન્‍કોલોજીસ્‍ટની ભરતી કરી શરૂ કરવા માટે પ્રસ્‍તાવ મુક્‍યો હતો. આ દરખાસ્‍તની કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સરાહના કરી હતી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં હૃદયરોગ અને કેન્‍સરનીસારવાર જલ્‍દીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્‍યો, આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો.વી.કે.દાસ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment