March 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

  • ફાઇલ તસવીર
    ફાઇલ તસવીર

    દાનહ અને દમણની મુખ્‍યત્‍વે આદિવાસી અને ઓબીસી સમુદાયની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનને મળી રહેલી સફળતા

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પડી રહેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે શ્રી ગૌરવ સિંહ રાજાવતે પોતાની એક આગવી પ્રતિભા ઉભી કરી છે. તેમના પ્રયાસના કારણે જ દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાના પ્રયાસ સફળતાપૂર્વક શરૂ થઈ શક્‍યા છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈ બહેનો કેવી રીતે આત્‍મનિર્ભર બની શકે તે બાબતે સ્‍વયં અભ્‍યાસ પણ કર્યો છે. ગ્રામ્‍ય મહિલાઓ સાથે પલાંઠી વાળીનીચે બેસી તેમની સાથે ચર્ચા-વિચારણાં કરતા ગ્રામજનોમાં એક આત્‍મિય ભાવ પેદા કરવા તેઓ સફળ રહ્યા છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તેમની પકડ પણ મજબૂત બનવા પામી છે.
શ્રી ગૌરવ સિંહ રાજાવતે લોકોની વચ્‍ચે જઈ તેમની સમસ્‍યા સમજવા કરેલા પ્રયાસથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બનતી યોજનાઓમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની લાગણીનું પ્રતિબિંબ પડી રહ્યું છે.

Related posts

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ ન.પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો સાથે બેઠક કરી નાણાં સચિવે ભણાવેલા સ્‍વચ્‍છતાના પાઠ

vartmanpravah

Leave a Comment