Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચમાં દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
જેમાં સેલવાસ, રખોલી, ખાનવેલ નરોલી, દાદરા વિસ્‍તારમાં સ્‍થાપિત ગણેશ મૂર્તિઓનું આજે દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
જ્‍યારે દમણમાં નાની અને મોટી દમણ જેટી તથા જમ્‍પોર બીચ ખાતે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર ઠેર પાણી અને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે મેડીકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. આજે અંદાજે 200 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દાનહમાં દમણગંગાનદી કિનારે અને દમણમાં પણ જમ્‍પોર બીચ, નાની અને મોટી દમણ જેટી પર ગણેશ વિસર્જન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દમણ જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાને પકડેલું જન આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

ચીખલી તાલુકા સેવાસદનમાં ભર ઉનાળે પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં

vartmanpravah

Leave a Comment