(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સુરત, તા.13: 30 જૂન, 2023 સુધીમાં 12 GWની એકંદર સ્થાપિત ક્ષમતા સાથે ભારતના સૌથી મોટા સોલર પીવી મોડ્યુલના નિર્માતા (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) વારી એનર્જીસ લિમિટેડે આરઇટીસી પીવી બેન્ચમાર્કિંગ રિપોર્ટ 2024માં તેના સમાવેશની ગર્વભેર જાહેરાત કરી છે. આ રિપોર્ટમાં સામેલ એકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્પાદક તરીકે વારી એનર્જીસ લિમિટેડ ગુણવત્તા, વિશ્વસનીયતા અને પ્રદર્શન પ્રત્યે તેની કટીબદ્ધતા સાથે સોલર ટેક્નોલોજીમાં તેની ભૂમિકાને વધુ મજબૂત કરે છે.
પીવીએમઆઇ રિપોર્ટ 2024માં વારી એનર્જીસ લિમિટેડ ને ઓવરઓલ હાઇએસ્ટ અચિવર તરીકે રેટ કરવામાં આવ્યું છે, જે મૂલ્યાંકનના ચોક્કસ ક્ષેત્રોમાં કંપની ના પ્રદર્શન ને દર્શાવે કરે છે. આ એવોર્ડ એનાહેમ કન્વેન્શન સેન્ટર,લોસ એન્જલસ,યુએસએ માં RE+ કાર્યક્રમમાં એનાયત કરાયો છે. આરઇટીસી પીવી બેન્ચ માર્કિંગ રિપોર્ટ સખત અને ઉદાહરણ રૂપ મૂલ્યાંકન છે, જે વિશ્વભરમાં સૌર પીવી મોડ્યુલ ઉત્પાદકોનું મૂલ્યાંકન કરે છે. તે એવી કંપનીઓની ઓળખ કરે છે કે જે મેટ્રિક્સ,ગુણવત્તાના ધોરણો અને વિશ્વસનીયતા ના માપદંડોને પૂર્ણ કરે છે.
વારી એનર્જીસ લિમિટેડને થર્મલ સાયકલિંગ (ટીસી), ડેમ્પ હીટ (ડીએચ),સંભવિત પ્રેરિત ડિગ્રેડેશન (પીઆઇડી),પ્રકાશ-પ્રેરિત ડિગ્રેડેશન (એલઆઇડી),પ્રકાશ અને એલિવેટેડ ટેમ્પરેચર-પ્રેરિતડિગ્રેડેશન (LeTID) PAN ફાઇલ, ઇન્સિડેન્સ એંગલ મોડિફાયર (IAM), અને બિલ ઓફ મટિરિયલ્સ (BOM) વેરિફિકેશન સહિતના નિર્ણાયક ક્ષેત્રોમાં તેની કામગીરી માટે રેટ કરવામાં આવ્યું છે.