April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

  • દીવ ન.પા.ના પ્રમુખ તરીકે હેમલતાબેન સોલંકીની વરણીથી સંઘપ્રદેશના તમામ વંચિત, પીડિત, શોષિત લોકોનો સાચા અર્થમાં થયેલો સૂર્યોદય

  • આદિત્‍ય એનજીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું કરાયેલું વિતરણઃ તેજસ્‍વી વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપી પ્રોત્‍સાહિત કરાયા

  • કોઈપણ સમાજની પ્રગતિ માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે. અત્‍યાર સુધી પ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણ મેળવવા માટે ખર્ચ અને સંસાધનની ખુબ જરૂરત પડતી હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા અથાક પ્રયાસોના કારણે આજે આપણા પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ત્રિપ્‍પલ આઈટી, નર્સિંગ જેવી વ્‍યવસાયિક કોલેજો અને આ વર્ષથી નેશનલ ફેશન ડિઝાઈન ટેક્‍નોલોજીની કોલેજનો પણ થયેલો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.24: શનિવારે નરોલી ગ્રામ પંચાયતના સભાખંડમાં આયોજીત દીવ નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં શિક્ષણ, સંગઠન અને સેવાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આદિત્‍ય એનજીઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોનેઅનાજની કીટ આપવામાં આવી હતી અને અનુ.જાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત પણ કરાયા હતા.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પૂર્વ ભૂમિકા સમજાવતા જણાવ્‍યું હતું કે, દીવ નગરપાલિકાની તમામે તમામ 13 બેઠકો ઉપર ભાજપના થયેલા ઝળહળતા વિજય બાદ પ્રમુખ પદની સામાન્‍ય બેઠક ઉપરથી અનુ.જાતિના શ્રીમતી હેમલતાબેન સોલંકીની કરાયેલી પસંદગી એ માત્ર ભાજપ અને મોદી સરકારમાં જ સંભવી શકે છે. તેમણે 16મી જુલાઈ, 2022ના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ વંચિત, પીડિત, શોષિત લોકોનો સાચા અર્થમાં સૂર્યોદય થયો હોવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

શ્રી મુકેશ ગોસાવીએ મોદી સરકારના આગમન 2014થી લઈ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે સંભાળેલા અખત્‍યાર બાદથી પ્રદેશમાં છેવાડેના લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રશાસને શરૂ કરેલી મથામણની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે. અત્‍યાર સુધી પ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણ મેળવવા માટે ખર્ચ અને સંસાધનની ખુબ જરૂરત પડતી હતી. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા અથાક પ્રયાસોનાકારણે આજે આપણા પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ત્રિપ્‍પલ આઈટી, નર્સિંગ જેવી વ્‍યવસાયિક કોલેજો અને આ વર્ષથી નેશનલ ફેશન ડિઝાઈન ટેક્‍નોલોજીની કોલેજ પણ શરૂ થઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરી ઉચ્‍ચ શિક્ષણ લેવા આહ્‌વાન કર્યું હતું.

શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આજે અનુ.જાતિના કાર્યક્રમમાં નરોલી ગ્રામ પંચાયત સ્‍વયં ભાગીદાર બની છે અને આદિત્‍ય એનજીઓનો સહયોગ મળી રહ્યો છે તે બતાવે છે કે, હવે સમરસ સમાજના નિર્માણ તરફ પ્રદેશે આગેકૂચ શરૂ કરી છે.

પ્રારંભમાં આદિત્‍ય એનજીઓના અધ્‍યક્ષ શ્રીમતી જુલી સોલંકીએ જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના 500 વર્ષના ઈતિહાસમાં એક અનુ.જાતિની વ્‍યક્‍તિને પાલિકાના પ્રમુખ પદની જવાબદારી મળે છે તે ખરેખર આનંદ અને ઉમંગની ઘડી છે. તેમણે પોતાના આદિત્‍ય એનજીઓના સમાજના પીડિત, શોષિત, વંચિત લોકો માટે દરવાજા ખુલ્લા હોવાની જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે નરોલી ગ્રામ પંચાયતના કર્તાહર્તા શ્રી યોગેશસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે, મોદી સરકારના શાસનમાં કોઈ વાત અસંભવ નથી અને આપણા લોકપ્રિય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં આપણી કલ્‍પના બહારનો વિકાસ થયો છે. તેમણે અનુ.જાતિ સમુદાયનો કોઈપણ વ્‍યક્‍તિ અભ્‍યાસથી વંચિત નહીંરહે તેની જવાબદારી પણ લીધી હતી.

આ કાર્યક્રમમાં નવનિર્વાચિત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીના હાથે તેજસ્‍વી વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને જરૂરિયાતમંદોને અનાજની કીટ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુવાન શ્રી વિજેન્‍દ્ર નરોલીયાએ કર્યું હતું. આ પ્રસંગે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશ પટેલ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નરોલી ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રીમતી અરૂણાબેન દમણિયા, શ્રી રજનીકાંત દમણિયા, શ્રી ગુલાબભાઈ રોહિત, નૈમીતા માર્ગે વગેરેનો ફાળો રહ્યો હતો.

Related posts

રાષ્‍ટ્રીય શાળા રમત સ્‍પર્ધા-2023 દિલ્‍હી અને ગ્‍વાલિયર ખાતે યોજાયેલ અંડર-19 બેડમિન્‍ટન રમતમાં સંઘપ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

Leave a Comment