Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સેલવાસ નગર પાલિકા દ્વારા સ્‍થાવર મિલ્‍કત માટેજરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ માટે તા.07 અને 08 નવેમ્‍બરના રોજ સેલવાસ નગરપાલિકા કચેરી ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સંદર્ભે ન.પા. ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદેએ જણાવ્‍યું છે કે, નગરપાલિકા વિસ્‍તારમાં ઘણા લોકોના ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ મેળવવા માટેની અરજીઓ પેન્‍ડિંગ છે. તેઓની અરજીનો હજુ સુધી કોઈને કોઈ કારણસર નિકાલ નહીં આવ્‍યો હોય એવી તમામ અરજીઓનો આ શિબિરમાં નિકાલ કરવામાં આવનાર છે. નગરપાલિકા દ્વારા આ સેવા માટે કોઈપણ પ્રકારનો કર લેવામાં આવતો નથી, જો કર લેવામાં આવે છે તો તેની પાકી રસીદ ન.પા. દ્વારા આપવામાં આવે છે અને જો વચેટિયાઓ દ્વારા ઓ.સી. કઢાવી આપવા માટે પૈસાની માંગણી કરવામાં આવે તો આવા લોકો પર પ્રશાસનની નજર છે અને તેમના પર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી બિલ્‍ડરો અને સામાન્‍ય નાગરિકોને ઓ.સી. મેળવવા માટે ઘણી જ તકલીફો પડતી હતી. હવે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે સરાહનીય પગલું ભરવામાં આવી રહ્યું છે એ ધન્‍યવાદને પાત્ર છે.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

vartmanpravah

ધો.12 સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ 63.16 ટકા, એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

Leave a Comment