Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

ખેડૂતોનું શોષણ અટકાવવા અને બિયારણના ભાવ ઉપર અંકુશ જાળવવામાં સરકારને મળી સફળતા: બજાર ભાવ કરતા 20 થી 25 ટકા વધુ પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસે બીજ ખરીદી વાજબી ભાવે વેચાણ

ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ અટકાવવા અને બિયારણના વેચાણ ભાવ ઉપર સંપૂર્ણપણે અંકુશ જાળવી સતત ખેડૂતોના હિતના રક્ષણ માટે સદૈવ તત્‍પર ગુજરાત સરકારના ગુજરાત રાજ્‍ય બીજ નિગમ લિ. દ્વારા ખેડૂતો પાસે બજારભાવ કરતા વધુ ભાવે બીજ ખરીદી બાદમાં વ્‍યાજબી ભાવે ઊંચી ગુણવત્તાવાળા બિયારણો ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે. જેના થકી ખેડૂતોને રાહત મળી છે. સાથ, સહકાર અને સેવાના 100 દિવસ દરમિયાન વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરીએ 100 દિવસમાં 110.38 ક્‍વિન્‍ટલ ડાંગરનું બીજ ખેડૂતો પાસે ખરીદી પુરેપુરો 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીમાં રસ જળવાઈ રહે તે માટે આહવાન કર્યુ છે. જે પરિપૂર્ણ કરવા સતત પ્રયત્‍નશીલ રહેતીગુજરાત સરકારે ખેડૂતો સહિત જન-જન સુધી વિકાસ પહોંચાડી પ્રજાને આપેલા ‘‘વચન પાળ્‍યા છે, પાળીશુ, ગુજરાતનું માન વધારીશુ” સ્‍લોગન સાર્થક કર્યું છે. ‘‘આ ગુજરાત મે બનાવ્‍યું છે” એવી અનુભૂતિ નાનામાં નાના માણસને થાય એ રાહ પર નિરંતર ચાલી રહેલી ગુજરાત સરકારે ખેડૂતોની આર્થિક સમૃધ્‍ધિ માટે દ્વાર ખોલી દીધા છે. બિયારણ ઉત્‍પાદનમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપવામાં આવતી હોવાથી ખેડૂતોને સારી ગુણવત્તાવાળુ બિયારણ મળે જેથી પાક ઉત્‍પાદનમાં વધારો થાય અને ખેડૂતો હેક્‍ટર દીઠ વધુ આવક મેળવતા થયા છે. વલસાડ જિલ્લામાં ખેતીવાડી કચેરી દ્વારા બીજ ઉત્‍પાદન કરતા 3 ખેડૂતો પાસેથી 100 દિવસના નિર્ધારિત લક્ષ્યાંક સામે ડાંગરનું 110.38 કિવન્‍ટલ બીજ ખરીદી 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ કર્યો છે. સાથે જ બીજ ઉત્‍પાદન કરતા 3 ખેડૂતોના ખાતામાં રૂા.171089 જમા પણ કરાયા છે. જેથી ખેડૂતો આર્થિક રીતે ખુશહાલ બન્‍યા છે.

પોષણક્ષમ ભાવ તો મળ્‍યા જ સાથે તમામ મુશ્‍કેલીઓનો અંત આવ્‍યો

વાપીના કરવડ ગામના ખેડૂત હિતેશભાઈ એ.દેસાઈએ જણાવ્‍યું કે, પહેલા બીજ વેચવા માટે બજારમાં 10 થી 15 ખેડૂતો પાસે જઈને ભાવ કઢાવવો પડતો હતો અને જો કોઈ વેપારીને વેચીએ તો ઘણીવાર પૈસા ડૂબી જવાનો પણ ભય રહે અને કોઈ વાર સસ્‍તાભાવમાં વેચવુ પડતું હતું તો કોઈ વાર ટુકડે ટુકડે પૈસા મળતા હતા. જેથી ખેડૂતોનું આર્થિક રીતે શોષણ થતુ હતું. આ સિવાય બીજ ભરવા માટે વેપારીઓ જે કોથળા આપતા તે પણ કાણાં વાળા આપતા હતા, જેને સાંધવામાં સમય નીકળી જતો અને ટ્રાન્‍સપોર્ટેશનનો ખર્ચ પણ ખેડૂતે ચૂકવવો પડતો હતો. પરંતુ રાજ્‍ય સરકારના બીજ નિગમ દ્વારા ખેડૂતોની આ તમામ મુશ્‍કેલીનો અંત લાવવામાં આવ્‍યો છે. બીજ ઉત્‍પાદન થાય એટલે બજાર કરતા 20 થી 25 ટકા વધુ પોષણક્ષમ ખરીદ ભાવે બીજ નિગમ અમારુ બીજ ખરીદી લે છે અને બાદમાં બીજ વાપરનાર ખેડૂતોને વાજબી ભાવે વેચાણ કરે છે. પેકિંગ મટીરીયલ માટે કોથળા પણ સારી ક્‍વોલિટીના આપે છે. આ સિવાય ટાન્‍સપોર્ટેશનના ખર્ચમાં પણ રાહત આપવામાં આવે છે. કોઈ ખેડૂત પાસે બીજ ઉત્‍પાદન માટે પૂરતા પૈસા ન હોય તો પેમેન્‍ટ બાકી રાખી જ્‍યારે બીજ ઉત્‍પાદન કરી આપીએ ત્‍યારે પૈસા પરત કરવાની સગવડ પણ છે.

ખેડૂતોને ઉચ્‍ચ ગુણાવત્તા વાળુ બિયારણ મળવાથી સમૃધ્‍ધ ખેતી શકય બની

વાપી કરવડના અન્‍ય એક ખેડૂત લાભાર્થી મહેશભાઈ આર.પટેલે જણાવ્‍યું કે, હું છેલ્લા 7 વર્ષથી ખેતી કરુ છું અને 5 વર્ષથી બીજ નિગમને જ બીજ વેચાણથી આપુ છું. ખાનગી વેપારીઓ પાસે ભાવ મળતો નથી જ્‍યારે બીજ નિગમપાસેથી વધુ ભાવ મળે છે અને પૈસા 15 દિવસમાં સીધા બેંક ખાતામાં જમા થઈ જાય છે. નિગમ દ્વારા ઉત્તમ કક્ષાની ગુણવત્તા વાળુ બીજ ખરીદવામાં આવે છે. જે માટે બીજ નિગમના અધિકારીઓ દ્વારા વખત વખત નિરીક્ષણ કરી બીજના સેમ્‍પલ લેવામાં આવે છે, જેને ટેસ્‍ટીંગ માટે અમદાવાદ બીજ પ્રમાણના એજન્‍સીને મોકલવામાં આવે છે ત્‍યાંથી પાસ થયા બાદ બીજ ખરીદવામાં આવે છે. જેથી ખેડૂતોને ઉચ્‍ચ ગુણવત્તાવાળુ બિયારણ મળવાથી સમૃધ્‍ધ ખેતી શકય બની છે.

ખાનગી વેપારીઓથી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં સફળતા મળી

ગુજરાત રાજ્‍ય બીજ નિગમની તાપી જિલ્લાની વ્‍યારા બ્રાંચના ઈન્‍ચાર્જ મેનેજર સંજયભાઈ એલ.પટેલે જણાવ્‍યું કે, વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપી જિલ્લા મળી કુલ પ જિલ્લાની મુખ્‍ય કચેરી વ્‍યારા ખાતે છે અને એક ગોડાઉન પણ અહીં જ સ્‍થિત છે. આ પાંચેય જિલ્લામાંથી 80 ખેડૂતો પાસેથી સિઝન દરમિયાન 4 હજાર કિવન્‍ટલ (ડાંગર, સોયાબીન, મગ અને અળદ) બીજ ખરીદવામાં આવ્‍યું છે. ખેડૂતોને વ્‍યાજબી સારી ઉચ્‍ચ ગુણવત્તા વાળુ અને સંશોધન થયેલી નવી જાતનું બીજ મળવાથી ખેતીમાં નવીનીકરણ લાવી શકાય છે. નિગમનું બિયારણ ખેડૂતોને તેમના નજીકના સ્‍થળેથી સહેલાઈથી મળી રહે તે માટે મંડળી અને વેચાણ કેન્‍દ્રો સાથે સુવ્‍યવસ્‍થિત માળખુગોઠવ્‍યું છે. ખેડૂત રાજ્‍યના કોઈપણ જિલ્લામાંથી બીજ ખરીદી કરે તો એક સરખા ભાવથી બિયારણ મળે છે. પરિણામે ખાનગી વેપારીઓ ઊંચા વેચાણ ભાવ રાખી શકતા નથી. આમ ખેડૂતોના હિતનું રક્ષણ પણ થાય છે. બીજ ઉત્‍પાદકો, અધિકળત વિક્રેતાઓ, સહકારી સંસ્‍થાઓ અને ગોડાઉન પર જુદા જુદા પાકનું પેકિંગ, પ્રોસેસિંગ, લોડિંગ અને અનલોડિંગ કામગીરીમાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા અનેક લોકોને રોજગારી પણ મળે છે.

Related posts

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત 1લી ઓક્‍ટોબરે દમણના દેવકા બીચ ખાતે મહા સફાઈ અભિયાનનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

Leave a Comment