January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી પાર નદી નજદીક તારીખ 28.8.2022 ના રોજ એક બંધ મારુતિ બલેનો કારમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્‍યો હતો. તપાસ દરમ્‍યાન આ યુવતી વલસાડના સેગવી ખાતે રહેતી સિંગર વૈશાલી બલસારા હોવાનું અને 25 લાખ જેટલી મોટી રકમની લેણદેણમાં તેની જ મિત્ર બબીતા શર્માએ કોન્‍ટ્રાકટ કિલરો રોકી 8 લાખની સોપારી આપી તેની હત્‍યા કરી હોવાનું બહાર આવ્‍યું હતું.
પારડી પોલીસની સાથે વલસાડ જિલ્લાની એલસીબી, એસઓજી સહિત ખૂબ મોટી સંખ્‍યામાં પોલીસની ટીમ, સીસીટીવી કેમેરા, મોબાઈલ લોકેશન તથા અતિ આધુનિક સાધનોને લઈ પોલીસે ખૂબ ટૂંકા ગાળામાં આ હત્‍યાના કેસમાં સફળતા મેળવી છે.
આ હત્‍યા પાછળની માસ્‍ટર માઈન્‍ડ એવી વલસાડના વશિયર ખાતે રહેતી બબીતા શર્માને ખુબજ ટૂંકા ગાળામાં ઝડપ્‍યા બાદ મુખ્‍ય આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપવાના ચક્રો પોલીસે ગતિમાન કરી બબીતાના રિમાન્‍ડ મેળવી, ઓળખ પરેડ કરી તમામ પ્રયત્‍ન આદર્યા હતા. પરંતુ આ દરમિયાન બબીતા હાલ ગર્ભવતી હોય પોલીસે વધુ પડતી દયા અને સગવડ આપતા સાતીર એવી બબીતા જૂઠું બોલી પોલીસને પણરમાડી રહી છે પરંતુ પોલીસની શરૂઆતથી જ આ કેસ પ્રત્‍યેની મહેનત અને લગાવને લઈ આ હત્‍યા કેસના ત્રણ પૈકીના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પોલીસને ત્રણ પૈકીનો એક આરોપી ત્રિલોક સિંઘ પંજાબના લુધિયાણા ખાતે હોવાની બાતમી મળતા પંજાબ પોલીસની મદદ લઈ ત્રિલોક સિંઘને ઝડપી પાડયો હતો.

Related posts

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

vartmanpravah

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment