October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

આર.પી.એફ. જવાન ઉત્તમ સિંઘે એ મજુર પરિવાર પત્‍ની અને કિશોરીને માર મારી દાદાગીરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ નનકવાડાવિસ્‍તારમાં આવેલ ટીવી રીલે કેન્‍દ્ર પાસે જયનગર સોસાયટીમાં પાલિકાની ગટર કામગીરી ચાલી રહી હતી ત્‍યારે આજે ગુરૂવારે સવારે શ્રમિક પરિવાર અને આર.પી.એફ. જવાનના પરિવાર વચ્‍ચે પાણી રેડવા માટે બબાલ થઈ હતી. જેમાં આર.પી.એફ. જવાને શ્રમિક પરિવારના પતિ, પત્‍ની અને 15 વર્ષિય કિશોરીને માર માર્યા હતા. ઘાયલ પરિવારને વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ નનકવાડા ટીવી રીલે કેન્‍દ્ર પાસે ચાલી રહેલ ગટર ખોદકામની કામગીરી શ્રમિક રમશુભાઈ અને પત્‍ની તથા દિકરી ખોદકામ કરી રહેલા હતા. જેમાં સોસાયટીમાં રહેતા આર.પી.એફ. જવાન ઉત્તમસિંગની પત્‍નીને પાણી નહી ઢોળવા બાબતે શ્રમિકો અને જવાનની પત્‍ની વચ્‍ચે બોલાચાલી, બબાલ, ઝઘડો થયો હતો. તેથી આર.પી.એફ. જવાનને ઉત્તમસિંગે શ્રમિક પરિવારને દાદાગીરી, માર માર્યો હોવાનું કહેવાય છે. બબાલ વધુ વણશે તે પહેલા સોસાયટીના રહીશોએ મામલો થાળે પાડયો હતો. બબાલ-મારામારીમાં ઘાયલ થયેલ શ્રમિકની પત્‍ની અને પૂત્રીને સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા. સિવિલમાં આવી સીટી પોલીસે ભોગ બનનારના નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.

Related posts

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment