June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ ક્ષેત્રની કંપનીઓએ ગુજરાતભરના ફટાકડાના વેપારીઓના વીમાઓ ઉતારવાનું બંધ કરતાં મોટી સંખ્‍યામાં ફટાકડાનાના વેપાર પર સંકટના વાદળો ઘેરાયા હતા, પરંતુ ફરીથી વીમો ઉતરાવાનું શરૂ કરતાં વેપારીઓએ અનુભવેલી રાહતની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ ક્ષેત્રની કંપનીઓ દ્વારા ફટાકડાના વીમાઓ લેવાનું બંધ કરતાં રાજ્‍યભરમાં હજારો હંગામી ફટાકડાના વેપારીઓ અને ફટાકડાના કાયમી વેપારીઓ નવરાં થઈ જાય એવા સંજોગો સર્જાયા હતા. જોકે હવે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ ફરી વીમો ઉતરાવાનું શરૂ કરતાં ફટાકડાના વેપારીઓએ રાહતની લાગણી અનુભવી છે.
ગત તા.26/9/2023નાં રોજ અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનના પ્રદેશ ઉપ પ્રમુખ વિજય ગોયલે વલસાડ જિલ્લા કલેક્‍ટરને પત્ર લખી જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ ક્ષેત્રની કંપનીઓ સાથે મિટિંગ કરી જરૂરીસંકલન કરી હંગામી ફટાકડાના વેપારીઓનાં વીમા શરૂ કરાવવા વિનંતી કરી હતી અને વધુ કાર્યવાહી અર્થે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને અવગત કરાવી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.
તા.3/10/2023નાં રોજ હંગામી ફટાકડા વેપારી એસોસિએશન વલસાડના પ્રમુખ નરેશભાઈ બલસારી દ્વારા ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કું લી. વલસાડ શાખા પાસેથી ઉપરી કચેરી અથવા સરકાર દ્વારા ફટાકડાના વીમાઓ લેવાનું બંધ કરવા માટે કોઈ આદેશ અથવા પરિપત્ર કર્યો હોય તો લેખિતમાં આપવાની માંગણી કરી હતી, જેથી ન્‍યાય માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે. જેનાથી વડાપ્રધાન, મુખ્‍યમંત્રી તથા વલસાડ કલેક્‍ટરને અવગત કરાવી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.
અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનના પ્રદેશ ઉપ પ્રમુખ વિજય ગોયલ, હંગામી ફટાકડા વેપારી એસોસિયેશન વલસાડના પ્રમુખ તથા વલસાડ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી નરેશભાઈ બલસારીએ ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કું લી. દ્વારા વીમો ઉતરાવાનું શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો છે. વલસાડ જિલ્લાના હંગામી ફટાકડાના વેપારીઓ તથા કાયમી ફટાકડાના વેપારીઓમાં ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના નિર્ણયથી ખૂબ જ આનંદની લાગણીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમમાં ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સકંપનીએ વીમો ઉતરાવાના ભાવમાં જંગી વધારો એટલે કે 100 ટકા જેટલો વધારો ઝીંકીને બમણાં કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment