Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: સને 1995 માત્ર ત્રણ તાલીમાર્થીઓથી ઇસશીનર્યું કરાટેનો શુભારંભ કરનાર અને માર્શલ આર્ટની દુનિયામાં અનેક વિક્રમો સ્‍થાપિત કરનાર સેન્‍સાઈ જોશીસ ઇસશીનર્યું કરાટેનાં વાપીમાં 27 વર્ષ પૂર્ણ કર્યાની ભવ્‍યાતિ ભવ્‍ય ઉજવણી એમના વિશાળ કરાટે વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા ઉપાસના સ્‍કૂલ ગુંજન તેમજ અજીત નગર, ચલા ખાતે કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણ વિદ્યાર્થીઓથી શરૂઆત કરનાર હાર્દિક જોશી દ્વારા અત્‍યાર સુધીમાં 2,50,000 ઉપરાંત વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂકયા છે અને હાલમાં હજારો વિદ્યાર્થીઓની કરાટેની વિશાળ ફોજ છે. 450 ઉપરાંત વિશ્વ કક્ષાના વિદ્યાર્થીઓ બ્‍લેક બેલ્‍ટ માસ્‍ટર એમના હાથે તૈયાર થયા છે.
મૂક, બધિર, દિવ્‍યાંગ, એવમ વિશ્વના અને ભારતનાં સૌથી નાનીવયના વિદ્યાર્થીને બ્‍લેક બેલ્‍ટની પદવી અપાવી અનોખો વર્લ્‍ડ રેકોર્ડ ધરાવે છે. આ સફરમાં હાર્દિક જોશી એ અનેક નેશનલ તેમજ ઈન્‍ટરનેશનલ કોમ્‍પિટીશન તેમજ અમેરિકાથી ગોલ્‍ડ મેડલ અને ટ્રોફી મેળવી વાપી તેમજ ભારતનું નામ વૈશ્વિક સ્‍તરે રોશન કર્યું છે.
સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા દ્વારા એમને કરાટે આચાર્યની પદવીથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. વર્લ્‍ડ્‍સ મોસ્‍ટ આઉટ સ્‍ટેન્‍ડિંગ ઈન્‍સ્‍ટ્રકટરનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલ છે. હાલમાં ઇસશીનર્યું કરાટેમાં 7 ડિગ્રી બ્‍લેક બેલ્‍ટ ભારતમાં સૌથી નાની વયનાં કરાટે માસ્‍ટર છે.
2007 માં હાથ ઉપરથી 151 ગાડીઓ પસાર કરી વર્લ્‍ડ રેકોર્ડ સર્જી વાપીનું નામ વિશ્વના તકતા પર રોશન કર્યું છે. છેલ્લા 22 વર્ષથી એઓ દિવ્‍યાંગ બાળકોને વિનામૂલ્‍યે કરાટેની ટ્રેનિંગ આપી રહ્યા છે. સુરક્ષા સેતુ અંતર્ગત ગુજરાત પોલીસ સાથે મળીને હજારો મહિલાઓને પણ વિવિધ રાજ્‍યોમાં ટ્રેનિંગ આપી મહિલા સશક્‍તિકણ કરી રહ્યા છે. વાપીથી દુર એવા અંતરિયાળ ગામોમાં જઈને ત્‍યાંના આદિવાસી બાળકોને વિનામૂલ્‍યે ટ્રેનિંગ આપી એમની પર્સનાલિટી ડેવલોપેન્‍ટ ઉપરાંત વિવિધ કૌશલ્‍ય વર્ધક ટ્રેનિંગ હાર્દિક જોશી અને એમની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષોની આ તપヘર્યાના ભાગ રૂપે ગુજરાતના શિક્ષણ મંત્રી,મુખ્‍યમંત્રી તેમજ ગુજરાતના ગવર્નરશ્રી દ્વારા એમનું સન્‍માન થયેલ છે.
આ પ્રસંગે શ્રી હાર્દિક જોશી જણાવે છે કે, આ સફરની શરૂઆત છે, આવનાર સમયમાં અનેકવિધ કાર્યક્રમો, વિક્રમો વાપીની આ ધન્‍યાધરા પર સ્‍થાપિત થવા જઈ રહ્યા છે. આનો શ્રેય હું મારા માતા પિતા, વડીલો, સંતો પત્રકાર મિત્રો તેમજ જેમણે મારા પર વિશ્વાસ મૂકયો એવા તમામ સ્‍કૂલ સંચાલકો, મારા હજારો વિદ્યાર્થીઓ એમના વાલીઓને આપુ છું.

Related posts

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

Leave a Comment