September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

પુષ્‍પારાજ ઢબે ખેરના આઠથી દશ ઝાડ કપાયાની જાણ ફોરેસ્‍ટને થવા છતાં કોઈ પગલાં ભરાયા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ નજીક આવેલ સેગવા ગામમાં આવેલ ફોરેસ્‍ટ વિભાગની વિશાળ જગ્‍યા આવેલી છે. તેમાં ખેરના વૃક્ષો છે. પુષ્‍પારાજની સ્‍ટાઈલતી ખેરના આઠથી દશ વૃક્ષો કપાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વલસાડ પાસે સેગવા ગામમાં ફોરેસ્‍ટની જગ્‍યામાં કિંમતી ગણાતા ખેરના વૃક્ષો મોટી સંખ્‍યામાં ઉછેરાયેલા છે. આ વૃક્ષો ઉપર પુષ્‍પારાજની નજર બગડેલી છે તેથી ચાર દિવસ પહેલાં ફોરેસ્‍ટની જગ્‍યામાં આઠ થી દશ વૃક્ષો કાપી ગયા હતા. ઘટના અંગે જાગૃત નાગરિકે ફોરેસ્‍ટ વિભાગને જાણ કરેલ પરંતુ હજુ સુધી કોઈ પગલાં ભરાયેલા નથી. અગાઉ પણ ખેરના ઝાડ કાપીને લઈ જવાયાના બનાવ નોંધાયેલા છે. વૃક્ષો કાપવાની કામગીહરી જાણભેદુઓ જ કરતા હોવાનું મનાયછે. વૃક્ષો કપાયા બાદ પણ જંગલ ખાતુ ઊંઘતું ઝડપાયું છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્‍પા સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

દાનહમાં દિવસે દિવસે વધી રહેલો રખડતા પશુઓનો વધેલો ત્રાસઃ સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી માટે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment