ત્યાં નકલી સીબીઆઈ બની સ્મિથ અભિરામ રોઠીએ
ઈન્કમ ટેક્ષની ફાઈલ માંગેલી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વાપી ટાઉન સુથારવાડામાં ક્લિનિક ચલાવતા મહિલા તબીબને ત્યાં એક ઈસમે નકલી સીબીઆઈ ઓફિસર બનીને ઈન્કમ ટેક્ષની ફાઈલ માંગેલી. પરંતુ તબીબને શક પડતા નકલી સીબીઆઈ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલી. આરોપીને વાપી કોર્ટે જામીન મુક્ત કર્યા નો ચુકાદો આપેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.08 જુલાઈના રોજ વાપી સુથારવાડામાં ક્લિનિક ચલાવતા ડો.હંસાબેન ભીખાલાલ ભદ્રાના ત્યાં મૂળ ઓરિસ્સાના ખોરધા જિલ્લાનો વતની સ્મિથ અભિરામ શેઠી નકલી સી.બી.આઈ. ઓફિસરનો સ્વાંગ રચીને ચેકીંગ માટે પહોંચ્યો હતો. મહિલા તબીબ પાસે ઈન્કમ ટેક્ષની ફાઈલ માંગી હતી. જે ઘરે ગુંજન ગાર્ડન પાસે પડી હોવાનું તબીબે જણાવેલ ત્યારે નકલી અધિકારીએ ઘરે જવાની માંગણી કરી હતી.ઘરે જતા તબીબના પરિચયની કાર સામી મળી હતી. તેમણે જણાવેલ કે આ વ્યક્તિ નકલી ઓફિસર છે તેથી મહિલા તબીબે તેની વિરૂધ્ધ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલી આપેલ. આરોપી સ્મીથના વકીલ મારફતે વાપી કોર્ટમાં જામીન અરજી કરી હતી. વકીલ યોગેશ રાવલની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી સ્મિથના જામીન મંજૂર કર્યા હતા.