Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ટુકવાડા હાઈવે ઉપર મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

એલ.સી.બી.એ દારૂનો જથ્‍થો, માલ-સામાન, વાન સાથે રૂા.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સિરાઝ ઉલ્લાની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: દારૂની ખેપ મારવા બુટલેગરો રોજેરોજ અવનવી તરકીબ અજમાવતા રહ્યા છે. આજે ટુકવાડા હાઈવેથી એલ.સી.બી.એ મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાન ઝડપી પાડી વાનમાં છુપાવેલો રૂા.90 હજારનો દારૂનો જથ્‍થો સાથે ચાલકને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી. સ્‍ટાફ કોન્‍સ્‍ટેબલ હિતેશ ચાવડા અને હેડકોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રભાઈને બાતમી મળી હતી કે દમણથી દારૂનો જથ્‍થો ભરેલી ગુડ્‍ઝ વાન નિકળી છે તે અનુસાર એલ.સી.બી.એ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. બાતમી વાળી ગુડ્‍ઝ કાર નં.જીજે 15 એવી 2982 આવતા અટકાવી ચેકીંગ કર્યું હતું તો વાનમાં ધાબળા, ચાદર, મચ્‍છરદાનીનો સામાન ભરેલો હતો. બાતમી પાકી હોવાથી ઘનિષ્‍ઠ ચેકીંગ બાદ સામાન નીચે દારૂના બોક્ષ મળી આવ્‍યા હતા. પોલીસે 816 બોટલ કિ. રૂા.90 હજાર, વાન અને સામાન મળી કુલ રૂા.4 લાખના મુદ્દામાલ સાથે વાહન ચાલક સિરાઝ ઉલ્લા રહે.વડોદરાની અટક કરી હતી. તપાસમાં નંબરપ્‍લેટ પણ ડુપ્‍લીકેટ હોવાનું બહાર આવ્‍યું હતું.

Related posts

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરો લી.ની એ.જી.એમ. યોજાશે : લઘુ ઉદ્યોગ ભારતીએ ઉદ્યોગોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

Leave a Comment