Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

એક દિવસમાં સાત વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત કરી રોશન કરેલું દમણનું નામ : પતિ, પત્‍ની અને પુત્રીને એક દિવસમાં એક સાથે એવોર્ડ મળવાની ઘટના વિરલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24

આજથી બે વર્ષ પહેલા ડો. શિહાન અગમ ચોનકરે પોતાની કરાટેની ટીમની સાથે પોતાની ધર્મપત્‍ની કલ્‍પના ચોનકર અને તેમની પુત્રી ઈશ્વરી ચોનકર પણ સામેલ હતા. તેમણે એક દિવસમાં સાત વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત કરી દમણનું નામ રોશન કર્યુ છે. 
આ જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ માટે સમગ્ર ભારતમાંથી લગભગ 2500 જેટલા લોકોમાંથી રપ0 જેટલા લોકો એવોર્ડ માટે નોમીનેટ થયા હતા. છેલ્લે જેમનું શ્રેષ્‍ઠ વર્લ્‍ડ રેકોર્ડ ધારકમાં પ0 લોકોને સિલેક્‍ટ કરવામાં આવ્‍યા હતા. આ પ0 લોકોમાં કરાટે માસ્‍ટરઅગમ ચોનકર, તેમની પત્‍ની કલ્‍પના ચોનકર અને તેમની પુત્રી ઈશ્વરી ચોનકરનું નામ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્‍યું હતું.
રવિવારે રર મે, ર0રરના રોજ કરમવીર સ્‍પોર્ટસ, અંધેરી મુંબઈમાં ડો. અગમ ચોનકર, કલ્‍પના ચોનકર અને ઈશ્વરી ચોનકર અને બીજા 47 ફાઈનાલીસ્‍ટ એવા કુલ પ0 લોકોને જીનીયસ એચીવર એવોર્ડ ર0રરથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જે દમણના ઈતિહાસમાં પહેલી વખત થયું છે કે પતિ, પત્‍ની અને પુત્રીને એક દિવસમાં એવોર્ડ મળ્‍યા છે. 
આ ઉપલબ્‍ધી માટે ચોનકર પરિવારને ઓલ દમણ-દીવ કરાટેડો એસોસિએશનના પેટ્રોન શ્રી કેતનભાઈ ડાહ્યાભાઈ પટેલ, વડોકાઈ કરાટેના ચીફ શ્રી રાજેશ અગ્રવાલ, દમણ ફાતિમા સ્‍કૂલના પ્રિન્‍સિપાલ સિસ્‍ટર ઓલ્‍ગા ફર્નાન્‍ડેસ અને પ્રભાત સ્‍કોલોર્સ એકેડમીના ચેરમેન શ્રી મોહસીન બલસારા તમામે આ ઉપલબ્‍ધી માટે ડો. અગમ ચોનકર અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવાશે

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment