Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના દરેક નાગરિકોને સ્‍વચ્‍છ, સુંદર અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ બનાવવા માટે યોગદાન આપવા અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અને સ્‍વચ્‍છ સર્વેક્ષણ-2023 હેઠળ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ પાલિકા દ્વારા ગત 6 સપ્‍ટેમ્‍બરથી આગામી 13 સપ્‍ટેમ્‍બર સુધી મહાસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે સર્કિટ હાઉસથી રાસ રિસોર્ટ સુધી સફાઈ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. બીજા દિવસે યાત્રી નિવાસથી શહીદચોક સુધી સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં પાલિકાના કર્મચારીઓ, સભ્‍યો અને નગરવાસીઓએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને સ્‍વચ્‍છતા માટે પોતાનું યોગદાન આપ્‍યુંહતું.
આ દરમિયાન સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના દરેક નાગરિકોને સ્‍વચ્‍છ સુંદર અને પ્‍લાસ્‍ટીક મુક્‍ત સેલવાસ બનાવવા માટે પોતાનું યોગદાન આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

Leave a Comment