October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

વોટર ટ્રીટમેન્‍ટની અધ્‍યતન ટેકનોલોજીનું ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી પેપર ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ભારતભરમાં અગ્રેસર છે. વાપીમાં 40 ઉપરાંત પેપર મિલો કાર્યરત છે તેથી પેપર મિલ હબ પણ વાપી ગણાય છે. યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન (યુ.એન.આઈ.ડી.ઓ.) દ્વારા બુધવારે વાપીમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં વાપીના આગેવાન પેપર મિલના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.
ભારત સરકાર દ્વારા કાર્યકર યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન (યુ.એન.આઈ.ડી.ઓ.) ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે આધુનિક ટેકનોલોજીના એપ્‍લીકેશન માટેમાર્ગદર્શન સહિત જરૂરી સુવિધાઓ પુરી પાડે છે. બુધવારે વાપીમાં પેપર ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પેપર મિલોના વેસ્‍ટ વોટર ટ્રીટમેન્‍ટ માટે અધ્‍યતન ટેકનોલોજી મેમ્‍બ્રેન ફિલ્‍ટટેરેશન ટેકનોલોજી અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપવા માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વર્કશોપ સી.પી.પી.આર.આઈ.ના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. ગુજરાત પેપર મિલ એસોસિએશન અને ડી.પી.આઈ.આઈ.ટી. જી.ઓ.આઈ. દ્વારા સમર્થિત વર્કશોપ મોટી સંખ્‍યામાં ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment