October 13, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સાંસ્‍કૃતિક અને ગણમાન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 12મી ઓગસ્‍ટના રોજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રખોલી પંચાયત ઘર, ખાનવેલ પ્રાથમિક શાળા, દૂધની જેટી, દાદરા પંચાયતની બાજુમાં, નરોલી ચાર રસ્‍તા ઓરીયન ઈમ્‍પીરીયા મોલ, લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા ખાતે સવારે 11:00 વાગ્‍યાથી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, પ્રાથમિક શાળાઓઓના વિદ્યાર્થીઓ દ્વારા યોજાનાર આ રંગોળી સ્‍પર્ધામાં ભાગ લઈ શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારે.

Related posts

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

Leave a Comment