Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

રાત્રે 9 વાગ્‍યા સુધીમાં વિસર્જન પૂર્ણ કરવું, જે મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાશે એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ ડે. કલેક્‍ટર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી તાલુકામાં ગણેશજીની દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજે દસમા દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે ગણેશજીનું વિસર્જન ધામધુમ પૂર્વક કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ગણેશ વિસર્જનમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવ્‍યું હતું. પરંતુ બે વર્ષ બાદ સરકારે છૂટછાટ આપતા ગણેશજીનું વિસર્જન ચીખલીની કાવેરી નદી સ્‍થિત ઓવારા પર, તલાવચોરા સ્‍થિત કાવેરી નદી ખાતે તેમજ કુકેરી ચક્કરિયા સ્‍થિત કાવેરી નદી કિનારે કરવામાં આવશે. ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવશે. જેમાં 1-ડીવાયએસપી,2-પીઆઈ, 5-પીએસઆઈ, 65-પોલીસકર્મીઓ, 90-હોમગાર્ડ, 100-જેટલા જીઆરડી, ઈન્‍ચાર્જ મામલતદાર વકેરિયા, સર્કલ મામલતદાર સુરેશભાઇ દેસાઈસહિતનો સ્‍ટાફ ખડેપગે રહેશે.
નવસારી જિલ્લા ડેપ્‍યુટી કલેકટર વાઘેલા, ચીખલીના ઇન્‍ચાર્જ મામલતદાર વકેરિયા, ટીડીઓ હિરેન ચૌહાણ, ચીખલી પીઆઇ-કે.જે.ચૌધરી, એલઆઈબીના મંગુભાઇ પટેલ સહિતનાઓએ ચીખલી કાવેરી નદી સ્‍થિત ઓવારાની મુલાકાત લઈ નાયબ કલેકટરે માહિતી મેળવી હતી. જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં ગણેશ વિસર્જન મોડામાં મોડું રાત્રે 9 કલાક સુધીમાં પૂર્ણ કરવા અને જે પણ મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા.

Related posts

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્‍પર્ધાની ફાઈનલમાં શ્રી માછી મહાજન શાળા વિજેતા બની

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

Leave a Comment